Abtak Media Google News

એક વર્ષ પૂર્વે પાકિસ્તાન નેવીએ પકડેલા ગુજરાતી માછીમારને જેલમાં પેરાલીસીસનો એટેક આવ્યા બાદ સારવાર દરમિયાન દમ તોડયો

ફીશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા મૃતકના પરિવારને હજુ સુધી સત્તાવાર માહિતી અપાઈ ન હોવાનો ઘટસ્ફોટ

ઉનાનાં પાલડીના માછીમારનું પાકિસ્તાન જેલમાં મોત થયાનાં સમાચાર માદરે વતન આવતા પરિવાર શોકમય બની ગયો છે. અને મૃતકનો મૃતદેહ વહેલી તકે પરિવારને મળે તેઈંવી અપેક્ષા વ્યકત કરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વર્ષ ૨૦૧૮માં ઓખા બંદરની અલજુલાઇ બગદાદી નામની બોટ નં.જી જે ૨૫ એમએમ ૩૮૯૦ ના માલીક તોફીક અનીફ સુમરાની બોટમાં તા.૧૫/૧૧/૨૦૧૭ ના રોજ માછીમાર તરીકે બંધાયેલા ઉના તાલુકાના પાલડીના ભીખાભાઇ ભગવાનભાઈ બાંભણીયા નામના આ સાગર ખલાસીને દરિયાઈ ફિસીંગ દરમ્યાન પાકિસ્તાન નેવીએ પકડીને લઈ ગયાં બાદ તેમને પાકિસ્તાન લાડી જેલમાં રખાયેલા, અને ત્યા તેમને પેરાલાયસીસનો હુમલો આવતાં તેમની તબિયત લથડતાં ત્રણ દિવસથી કરાંચીની હોસ્પિટલમાં સારવાર અપાતી હતી. અને સારવાર દરમ્યાન તેમનું મોત થયેલ હોવાના સમાચાર પરિવારે સાંભળતા તેમનાં પાલડી ગામે પરિવારમાં આક્રંદ સાથે કરૂણતા છવાયેલ છે.

આ માછીમારનાં મોત અંગેની રાજય સરકારનાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ ઓફિસિયલ જાણકારી અપાયેલી નથી. પરંતું મૃતક માછીમારનાં સાથે રહેલાં અન્ય ઉના તાલુકાના માછીમારએ આ સમાચારો આપતાં ભીખાભાઇ ભગવાનભાઈ બાંભણીયાના પરિવાર અને તેના સંગાસબંધી તેમજ ગામનાં આગેવાન કમલેશભાઈ, વેલજીભાઇ મસાણી સહિતના વિશાળ સંખ્યામાં લોકો ઉમટી મૃતક માછીમારનાં પરિવારને સાંત્વના આપવા દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.