Abtak Media Google News

સર્વોદય બ્લડ બેંક, સ્ટાફ અને જવાબદારને રિપોર્ટથી રાહત

એચ.આઇ.વી. કાંડમાં તબકકાવાર સી.બી.આઇ. તપાસના અંતે સીબીઆઇએ આમાં સર્વોદય બ્લડ બેંક કે કોઇ ડોકટરોની કોઇ ભૂલ ન હોવાનું રટન કરી આ અંગેનો રિપોર્ટ સીબીઆઇ કોર્ટને આપતા કોર્ટે આ રીપોર્ટને માન્યતા આપી દેતા સામાજીક કાર્ય કરતી સર્વોદય બ્લડ બેંક તેમજ અન્ય જવાબદાર મેડીકલ સ્ટાફ માટે આ ચુકાદો હાલ રાહત સમાન તમામને જણાયો હતો.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને ઈચે.આઇ.વી. રોગ લાગુ પડવાના કીસ્સામાં અનેક વખતની તપાસના અંતે સીબીઆઇએ કલોઝર રીપોર્ટ આપ્યો કે આમ, ડોકટરોની કે સર્વોદય બ્લડ બેંકની કોઇ વાંક નથી આ રીપોર્ટને સીબીઆઇની કોર્ટે પણ માન્યતા આપી છે.

ધારાસભ્ય મહેન્દ્ર મશરુના પ્રમુખપદ હેઠળ કામ કરતી સર્વોદય બ્લડ બેંક દ્વારા દર્દીઓને રકતદાતાના સહયોગથી રકતદાન કરવામાં આવતું હતું. દરમીયાન કેટલાક થેલેસીમીયા ગ્રસ્ત બાળકોને એચઆઇવી રોગ લાગુ પડયો હતો. દુષિત લોહી ચડાવવાને કારણે આ રોગ લાગુ પડયો હોવાની ફરીયાદના પગલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી. રકતદાતાઓ તેમજ ડોકટરોના નિવેદનો લેવાયા હતા. તમામ તપાસ ના અંતે ફરીયાદમાં કંઇ તથ્ય ન હોવાનું જણાતા સીબીઆઇ પોતાનો કલોઝર રિપોર્ટ સીબીઆઇ કોર્ટમાં રજુકર્યો હતો જેને સીબીઆઇ કોર્ટે  માન્ય રાખ્યો છે. જેના કારણે ધારાસભ્ય મહેન્દ્ર મશરુ સર્વોદય બ્લડ બેંકના કર્મીઓ અને ડોકટરોને રાહત  મળી છે. તપાસના કારણે રકતદાન પ્રવૃત્તિને ગંભીર અસર પહોંચી હતી. જુનાગઢ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં રકત પહોચાડવાના કામ કરતી સર્વોદય સંસ્થાની આ પ્રવૃત્તિને બ્રેક લાગી હતી. ભૂકંપની કુદરતી આફત સમયે પણ જુનાગઢથી લોહી મોકલાતું હતું જુનાગઢથી રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત સુધી લોહી પહોચતું હતું. એચઆઇવી કાંડ બાદ તપાસના નામે રકતદાતાની થતી હેરાનગતિથી ત્રાસી જઇ અનેક રકત દાતાઓએ રકતદાન બંધ કરી દેતા હાલ જુનાગઢની હોસ્પિટલમાં પણ રકત મેળવવા દર્દીઓના પરીવાર જનોને દોડધામ કરવી પડતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.