ઉના: યુ.પી. હત્યાકાંડના આરોપીને ફાંસી આપો

વાંસોજમાં રિપબ્લીકન પાર્ટીની કેન્ડલ માર્ચ

ઉના તાલુકા વાસોજ ગામે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા તમામ કાર્યકરો ગ્રામવાસીઓ દ્વારા યુપીમાં બનેલ કિશોરી પર બળાત્કાર ગુજારનાર આરોપીને ફાંસી સજા થાય તેવી માંગ સાથે આજે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ જેસીંગભાઇ શામજીભાઈ રાઠોડ તાલુકા પ્રમુખ ગીતાબેન રાઠોડ જીતુભાઈ અન્ય કાર્ય કરો દ્વારા આજે કેન્ડલ માર્ચ  કાઢીને કિશોરીને ભાવભીની શ્રદ્ધાંજલી આપીને બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી

તેમજ સમગ્ર ભારત દેશમાં બળાત્કારના ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે તેને લઈને પણ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ જેસીંગભાઇ શામજીભાઈ રાઠોડ સરકાર પર થીખાપ્રહારો કર્યા હતા આ ઘટનાને લઇને આરોપીઓને જલદીમાં જલદી ફાંસીની સજા થાય આરોપીઓ ફાંસીને ને માચડે ચડે તેવી માંગ કરી હતી

Loading...