Abtak Media Google News

રમત ગમત  યુવા અને સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ વિભાગ -ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ -ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમત ગમત અધિકારી ગીરસોમનાથ  સંચાલિત તાલુકા કલા મહાકુંભ શ્રી ડી. એસ. સી. પબ્લીક સ્કૂલ-ઉના ખાતે યોજાઈ હતી. જેમા 6 થી 14, 15 થી 20, અને 21 થી 59 વર્ષ  ની વય જૂથ માટે  કલા-સાહિત્ય – સંગીત ની વિવિધ  પ્રતિયોગિતા યોજાઈ ગઈ જેના અન્તર્ગત 14 સ્પર્ધા જેમા સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્નગીત, રાસ, ગરબા, લોકનૃત્ય, લોકગીત, ભજન, એકપાત્રિય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું) ભરતનાટ્યમ, વકતૃત્વ, નિબંધ, ચિત્ર કલાની સ્પર્ધા યોજાઈ.  આ તમામ  સ્પર્ધાઓમા અંદાજે  270 જેટલા પ્રતિભાગી ઓએ ઉત્સાહ  પૂર્વક ભાગ લીધો  એને સ્પર્ધકોએ પોતાની પ્રતિભા અને કલા કૌશલ્યના દર્શન કરાવ્યા હતા.

સ્પર્ધાઓનો આરંભ સરસ્વતી  વંદનાથી કરવામા આવ્યો ત્યારબાદ મુખ્ય અતિથિ ઉના તાલુકા મામલતદાર કે.એમ. નિનામાના હસ્તે  તથા સતત બે વર્ષથી કલા મહાકુંભ ગિટાર વાદનમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉનાનું નામ ગૌરાન્વિત કરનાર  ઉનાની દિકરી કુમારી મૃગનયની મહેતાના હસ્તે  દીપ પ્રજ્વલિત કરી પ્રાન્ત યુવા વિકાસ અધિકારી અશ્વિન ભાઈ સોલંકીની ઉપસ્થિતમાં કલામહાકુંભ 2019 ખુલ્લો મુકાયો હતો.

Rajmoti 8 X 5

યજમાન શાળાના તરૂણભાઈ કાનાબાર-એડમિનિસ્ટેટર, મુકેશભાઈ  જેઠવા પ્રાચાર્ય, મહેશભાઈ  ઓઝા  આચાર્ય,  ધર્મેશ ગોસ્વામી, ધીરુભાઈ  ટાંક  તથા ડી.એસ.સી.પબ્લીક સ્કૂલ પરિવાર દ્વારા પ્રત્યેક અતિથિનું સ્વાગત પુષ્પગુચ્છથી ઉમળકા આદરભેર કરવામા આવ્યું. મામલતદાર અધ્યક્ષ કે.એમ. નિનામાએ પોતાના વક્તવ્યમા જણાવ્યુ કે આવા કલામહાકુંભથી યુવાનો ઉભરતા કલાકારોને  કલા અને સંસ્કૃતિ અને સંસ્કારની સારી અને સાચી દિશા દશા અને એક પ્લેટફોર્મ  મળે છે.

પ્રતિયોગિતાનું સૂત્ર સંચાલન પ્રસિદ્ધષ ઉદ્ધોષક મુકેશભાઈ  જેઠવા એ કર્યુ હતું. સંગીત વિભાગની પ્રત્યેક સ્પર્ધામાં તજજ્ઞ નિર્ણાયક તરીકે ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાનનાં નિદેશક કમલેશભાઈ  મહેતા, સંગીત શિક્ષક ભીમાણીભાઈ તથા કુ. પાયલબહેન કાનાણીએ સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.