Abtak Media Google News

વન વિભાગના નિર્ણયથી ભાવિકોમાં નિરાશા

ગીરમાં આવેલું પાતળેશ્વર મહાદેવના મંદિરમાં આ વર્ષે એક ભાવિક માત્ર એક જ વખત દર્શન કરી શકશે. આ મંદિર વર્ષમાં એક વારજ શ્રાવણ માસમાં દર્શન માટે ખૂલે છે ત્યારે વનવિભાગ દ્વારા આ વર્ષે આ નિર્ણય લેતા નિરાશા ફેલાઈ છે.

બુહદ ગીર માં આવેલ પાતળેશ્વર મહાદેવ ભક્તો માં અનેરું સ્થાન ધરાવે છે માત્ર શ્રાવણ મહિનામાં આ મંદિર માં દર્શન માટે ભાવિકો ને છૂટ અપાય છે ત્યારે વનવિભાગ દ્વારા નિર્ણય કરાતા ભાવિકો માં કચવાટ ફેલાયો છે વનવિભાગ દ્વારા મહિના માં માત્ર એક જ વાર એક વ્યક્તિ દર્શન નો લાભ લઇ શકશે ના નિર્ણય થી ભોલેનાથ ના ભક્તો માં રોષ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે પાતળેશ્વર મંદિર આખા વર્ષ માં માત્ર શ્રાવણ મહિનામાં ખુલે છે ગીર ની મધ્યે ગિરગઢડા ના બાબરીયા બાદ આ મંદિર આવે છે અને એનું અનેરું મહત્વ પણ છે હાલ શ્રાવણ મહિનો ચાલુ થયો છે અને ઉના ગિરગઢડા ના અનેક વેપારી સવારે દર્શન કરી ને જ પોતાના નિત્ય કામ કરતા હોય છે પરંતુ કોરોના કાળ માં આ દર્શન નો લાભ પણ માત્ર હવે આખા મહિના માં એકવાર લઈ શકાશે ત્યારે ભક્તો માં કચવાટ ફેલાયો છે એક તો આખા વર્ષ માં વનવિભાગ ત્યાં જવાની મંજૂરી નથી આપતું અને અનેક લોકો એ મહિના ભર દર્શન ની માનતા રાખી હોય એના માટે હવે એક વાર ની જ મંજૂરી આપવામાં આવી છે. જેથી ભાવિકોમાં નિરાશા ફેલાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.