Abtak Media Google News

કડવા પાટીદાર સમાજના પ્રમુખ જે.એસ.પટેલ અને પૂર્વ મંત્રી અરવિંદ પટેલની સંયુકત માલિકીની ૨૫૩ વિઘા જમીન સંસ્થાને ભેટ

વિશ્ર્વના કડવા પાટીદારોના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રસમા ઉમિયા માતાજી મંદિર ઊંઝાને જે.એસ. પટેલ (પ્રમુખ, ૪૮ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ શહેર)તથા તેમના વેવાઇ અને ભાગીદાર અરવિંદભાઇ ત્રિભોવનદાસ પટેલ (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર) બન્નેની સંયુકત માલિકીની શોભાસણ-ટેચાવા-પીંપળદર વિજાપુર નજીક મુકામે આવેલી ૨૫૩ વીઘા (૬૦૧૭૪૯ ચો.મી.) જમીન સંસ્થાનને ભેટ બક્ષિસ આપેલ છે.

ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝાના ઇતિહાસમાં આટલી મોટી જમીન એકજ ગ્રુપ તરફથી મળી હોય તેવો પહેલો પ્રસંગ છે. સંસ્થાની તા.૪-૧૦-૨૦ના રોજ મળેલ કારોબારી મિટીંગમાં ૨૫૩ વીઘા જમીન સહર્ષ સ્વીકારી છે. હવે સંસ્થા આ જમીન અંગે યોગ્ય નિર્ણય લઇ આગળની કાર્યવાહી કરશે.

આ કારોબારી મિટીંગમાં ભૂમિદાતા જે. એસ. પટેલનું સન્માન કરવામાં આવ્યું હતુ. અંગત કારણોસર હાજર નહિ રહેલ બીજા ભૂમિદાતા અરવિંદભાઇ ટી. પટેલની ખૂબ જ સહારના કરી હતી. સંસ્થાના સૌ કારોબારી સભ્યોએ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી અને મા ઉમિયા તેમની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.