Abtak Media Google News

આપણે સામાન્ય રીતે આદુનો દાળ-શાક વઘારમાં તેનો ઉપયોગ કરતા હોય પરંતુ અમુક-ખાય તો અમુક ભુખ્યા રહે છે, એવામાં પણ શિયાળામાં આદુનું સેવન કરવાથી અઢળક લાભ થાય છે. આદુને આમ તો ન ખાતા હોય પરંતુ જો તેની ટ્રેસ્ટી અને ટવીસ્ટીંગ ચટણી બનાવવામાં આવે તો દરેકને ભાવશે તો નોંધી લો તમે પણ ઝડપટ રેસીપી.

  • આદુની ચટણી

સામગ્રી : ૧/૨ કપ સમારેલું આદુ, ૧ થી ૧/૨ ટેબલ સ્પુન તેલ, ૨ ટેબલ સ્પૂન સમારેલું લસણ, ૪ થી ૫ આખા સૂકા લાલ મરચાં, ૧ ટી સ્પૂન જીરું, ૨ ટેબલ સ્પૂન આખા ધાણા, ૮ થી ૧૦ મીઠા લીમડાના પાન, ૨ ટેબલ સ્પુન આંબલી, ૧/૪ કપ સમારેલો ગોળ, મીઠું સ્વાદાનુસાર, વઘાર માટે, ૧/૨ ટી સ્પુન રાઇ, ૧/૨ ટી સ્પુન ચણાની દાળ, ૧ સુકું લાલ મરચું, ૧ ટી સ્પુન લસણ સમારેલું, ૪ થી ૫ મીઠા લીમડાના પાન

 

  • રીત :

સૌ પ્રથમ એક પહોળા નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-લસણ ઉમેરીને મધ્યમ તાપે બે થી ત્રણ મિનિટ માટે સાંતળોે. ત્યારબાદ તેમાં આખા લાલ મરચાં, જીરું ધાણા, મીઠો લીમડો અને આંબલી ઉમેરીને બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો.

સતત હલાવતા રહો ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. હવે તેમાં ગોળ, મીઠું અને લગભગ અડધો કપ પાણી ઉમેરીને મિક્સરમાં ગ્રાઉન્ડ કરી લો. સ્મૂધ પેસ્ટ બને  ત્યાં સુધી તેને ગ્રાઉન્ડ કરો. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ ઉમેરો. રાઇ તતડે એટલે તેમાં અડદની દાળ, ચણાની દાળ અને લાલ મરચું ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લસણ અને મીઠો લીમડો ઉમેરીને બીજી થોડી સેક્ધડ માટે સાંતળો. હવે આ વઘારને તૈયાર કરેલી ચટણીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ ચટણી સાથે પરોઠા ખાઇ શકો છો.

નોંધ : આ ચટણીને ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.