Abtak Media Google News

ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારામાં કુળદેવી ઉમિયાના સાનિધ્યમાં દર પુરૂષોતમ માસની જેમ આ વખતે પણ પવિત્ર પૂરૂષોતમ માસ નિમિતે કડવા પટેલ સમાજ દ્વારા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતુ. આ જ્ઞાતિ ભોજનમાં શહેરની દિવ્યાંજ જયતિ વિકલાંગ બાળકોની સંસ્થાના બાળકોને પ્રથમ ભોજન કરાવી ત્યારબાદ ભોજપનની શરૂઆત કરવામાં આવી હતી.

આ સમુહ પ્રસાદ ભોજન સમારંભમાં કડવા પટેલસમાજના ભાઈ બહેનોની સાથે સાથે શહેર વિવિધ રાજકીય પક્ષના આગેવાનો સામાજીક સંસ્થાના આગેવાનો પણ આમંત્રણ આપી પ્રસાદ લેવા નિમંત્રીત કરાયા હતા આવેલ તમામ મહેમાનોને કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવાડીયા સોશ્યલ ગ્રુપ પ્રમુખ નિતિનભા, અધેરા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોએ આવકારેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.