Abtak Media Google News

બ્રિટીશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેની દલીલ ગ્રાહય રાખતું યુરોપીયન યુનિયન સંઘ

યુ.કે. એ ‘બ્રેકઝીટ ડાઇવોર્સ’ના ૩ લાખ કરોડ ચુકવવા તૈયારી બતાવી. આ બ્રેકઝીટ ડાયવોર્સ બીલ છે. ૩ લાખ કરોડ ‚પિયા બરાબર ૪૦ બિલિયન યૂરો અથવા ૪૭૦૧ બિલિયન અમેરિકી ડોલર થાય.

યુકે સિવીલ સર્વીસ અને સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર યુકેની બ્રેકઝીટ નેગોશિએટિંગ સ્ટ્રેટેજી બહાર પાડવામાં આવીછે જે મુજબ ૪૦ બિલિયન યુરો, એટલે કે ‚પિયા ૩ લાખ કરોડ યુરોપીયન યુનિયનને બેકિઝટ ડાયવોર્સ બીલ પેટે ચુકવવા પડશે.

બ્રિટીશ પ્રાઇમ મીનીસ્ટર થેરેસા મેએ યુરોપીયન યુનિયન સાથે વાટાઘાટો કરી હતી. કેમ કે આ ‘છુટાછેડા’ માટે યુરોપીયન યુનિયનો ૫૦ બિલિયન યુરો જેવી અધધ રકમની ડીમાન્ડ કરી હતી પરંતુ થેરેસા મેએ આ રકમ ‘ટૂ હાઇ’ એટલે કે ખૂબ જ ઊંચી હોવાની દલીલ પેશ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુ.કે. ની જે રીતે આર્થિક ૫રિસ્થિતિ છે તે અનુસાર પ૦ બિલિયન યુરોની રકમ ખુબ જ વધુ છે એટલે તેમણેઆ  રકમમાં કરેકશન કરવા એટલે કે ઘટાડો કરવા યુરોપીયન યુનિયન સમક્ષ માંગ કરી હતી. હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે એટલે કે યુરોપીયન યુનિયને થેરેસા મેએ બ્રેકિઝટ ડાયવોર્સ બિલ માટે કરેલી વાજબી રકમ અંગેની દરખાસ્ત મંજુર કરી લેવામાં આવીછે. આ સિવાય કોઇ છુટકો જ નહતો. માટે હવે બ્રિટને ૪૦ બિલિયન યુરો (૩ લાખ કરોડ ‚પિયા) ચોકકસ સમય મર્યાદામાં યુરોપીયન યુરિયન સંઘને ચુકવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.