Abtak Media Google News

વિશેષ પ્રતિભાવો ધરાવતા લોકોને લંડનની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારો સાથે પ્રવેશ અપાશે: વીઝાના રૂટમાં પણ ફેરફાર

ભારતમાં પ્રતિભાઓની કમી નથી કોઇ નૃત્યક્ષેત્રે તો કોઇ સંગીત ક્ષેત્રે  આગવું સ્થાન ધરાવે છે. આવી પ્રતિભાઓ માટે યુ.કે. ના દરવાજા ખુલી ગયા છે. ભારતીય પ્રતિભાઓ માટે આ ખુબ જ આનંદના સમાચાર છે યુ.કે. એ ૪૦ વર્ષ બાદ તેની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારો કર્યા છે..

યુ.કે.ના ગૃહ સચિવ માજિદ જાવેદે આ અંગે એક જાહેરાત કરતા નવી ઇમીગ્રેશન સિસ્ટમમાં સ્કીલ અને ટેલેન્ટ વાળા લોકો માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે વકીંગ વિઝાની કેપ ને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવી છે. વર્તમાન કેપ પ્રતિવર્ષ ૨૦૭૦૦ છે. અને નિવાસી મજુરોથી લંડનમાં બિઝનેસ ડેવલપ થઇ રહ્યો છે.

વધુમાં જાવેદે જણાવ્યું હતું કે આ દરખાસ્ત ખુબ જ મોટો બદલાવ છે ઇમિગ્રેશન સિસ્ટમમાં સૌથી મોટો ફેરફાર છે. અત્યાર ની ઇમિગ્રેશન સિસ્ટમમાં હાઇલી સ્કીલ વર્કર અને વર્કર ઓફ ઓલ સ્કીલનું લેવલ છે. પરંતુ ઇમિગ્રેશન સિસ્ટમમાં આવેલા ફેરફાર બાદ સ્કીલ આધારીત પ્રવેશ અપાશે જેના કારણે માત્ર મજુરો નહી પરંતુ સ્કીલ વાળા વર્કસ કે પછી પ્રતિભાઓ ધરાવતી વ્યકિતઓ વિદેશગમન કરી શકશે.

મહત્વનું છે કે આ નવા વિઝા રૂટમાં યુ.કે.ના સ્થાનીકો અને અસ્થાયી રુપે રહેતા લોકોને પણ આ સિસ્ટમથી  કોઇ ફેરફાર થશે નહી તેઓની વાર્ષિક આવક ૩૦,૦૦૦ પાઉન્ડ છે. પરંતુ લંડનના માર્કેટમાં સ્થાનીક મંજુરો અને નવા સ્કીલ રૂટ મજુરોને એ લેવલ આપવામાં આવ્યું છે. જેઓ સ્નાતક પણ નથી. આવા અનસ્કીલ મજુર વર્ગને કોઇપણ આવડત ન હોવા છતાં અહી સ્થાયી થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ ઇમિગ્રેશન સિસ્ટમ અંતર્ગત લંડનમાં ચાર કે છ મહીનાનો અભ્યાસ કરવા ગયેલા સ્નાતક કે અનુસ્તાક અને ૧ર મહિના માટે પી.એચ.ડી.નો અભ્યાસ કરવા ગયેલા લોકો બે વર્ષના અભ્યાસ બાદ પરત ફરે છે અને તેવા વિઘાર્થીઓને પણ પ્રતિભાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર ટુરીઝમ, કંટ્રકશન અને કેર પ્રોએશન જેવા વ્યવસાયો માટે આવતા લોકોને ઇયુ દ્વારા સ્કીલ સેલેરી રુટમાં સમાવેશ કરવામાં નહી આવે.

આ સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી કે શોર્ટ ટર્મ વકર્સ ને લોઅર સ્કીલ જોબમાં સમાવેશ કરાશે અને તેમને પણ સ્કીલ રુટની સેલરીથી વંચતિ રખાશે. જેઓ ૧ર મહીના માટે લંડન ગયા હોય.

મહત્વનું છે કે યુ.કે.માં તેજસ્વી અને શ્રેષ્ઠ પ્રતિભાઓ ધરાવતા લોકોને ઇમિગ્રેશનમાં ફેરફાર સાથે સ્પોન્શરશીપમાં પણ કેટલાક કડક નિયમો બનાવ્યા છે. અભ્યાસ બાદ કે અભ્યાસ દરમિયાન લંડનમાં નોકરી કરતા ભારતીયોમાં જો સ્કોલશીપ નહી હોય તો તેમને બદલી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.