Abtak Media Google News

બોલીવૂડ અને ક્રિકેટ વચ્ચે બંધાયેલા સંબંધમાં યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, વિરાટ કોહલી બાદ હવે વધુ એક ક્રિકેટરનું નામ જોડાઈ ગયું છે. તે ખેલાડી છે યુજવેન્દ્ર ચહલ. આ સીઝનમાં હાર્દિક પંડ્યા અને ડ્વેન બ્રાવો પણ બોલિવૂડ અભિનેત્રીઓને ડેટ કરી રહ્યાના અહેવાલો પછી હવે યુજવેન્દ્ર ચહલનું નામ પણ તેમાં જોડાયું છે. ચહલ કન્નડ ફિલ્મોની પ્રસિદ્ઘ અભિનેત્રી તનિષ્કા કપૂરને પસંદ કરે છે. આ બંનેની મુલાકાત એક આઇપીએલ મેચ દરમિયાન થઇ હતી અને ત્યારથી બંને એકબીજાની કંપની પસંદ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર તેઓ સાથે દેખાયા પણ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તેઓ એકબીજા સાથે વાત કરે છે. આ બંને ટુંક સમયમાં લગ્ન કરી લેશે એવી ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.