Abtak Media Google News

ઘણા વર્ષો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને એક પ્રમાણિક અને ઈમાનદાર સરકાર મળી છે: મનહર ખટ્ટર

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તથા હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટરની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા લોકસભા બેઠકનું પાટણ ખાતે ક્લસ્ટર સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ઊંઝાના ધારાસભ્ય શ્રીમતી ડો. આશાબેન પટેલ સાથે ઉંજા નગરપાલિકાના ૧૫ સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો સહિત કોંગ્રેસના ૧૧૦૦ જેટલા કાર્યકરોએ ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપામાં જોડાયા હતો.

Whatsapp Image 2019 02 08 At 7.28.47 Pm

જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપે હંમેશા હકારાત્મકતા અને સૌના સાથ, સૌના વિકાસની રાજનીતિ અપનાવી છે. પ્રજાપ્રિય ભાજપ સરકારના સામાજીક ઉત્કર્ષના કાર્યોથી ગુજરાતની પ્રજા ભલીભાતી અવગત છે.

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના લોકપ્રિય નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ચાલતી રાજય સરકારે અનેકવિધ જનસુખાકારીની યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડયા છે તથા ગુજરાતના વિકાસ મોડેલનો સમગ્ર દેશ અને વિશ્વએ સ્વીકાર કર્યો છે.

Whatsapp Image 2019 02 08 At 7.28.31 Pm

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જાતિવાદ, જ્ઞાતિવાદ તથા પ્રાંતવાદ ભડકાવી ગુજરાતની શાંતી ડહોળવાના નીમ્ન કક્ષાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, છતાં પણ સતત છઠ્ઠી વખત જનતાના આશીર્વાદથી ભાજપાનો ગુજરાતમાં વિજય થયો, જે જનતાનો વિશ્વાસ, સરકારની ઉત્કૃષ્ટ કામગીરી અને કાર્યકરોના અથાગ પરિશ્રમને આભારી છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓમાં પણ આપણે સૌ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને એવો પ્રચંડ વિજય મેળવીએ કે આવનારા સમયમાં કોંગ્રેસ પુન: ક્યારેય ગુજરાતમાં ચૂંટણી જીતવાનું સ્વપ્ન પણ ન જુએ.

હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટરે તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, ઘણા વર્ષો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશને એક પ્રમાણિક અને ઇમાનદાર સરકાર મળી છે. ૨૦૧૪ પહેલાના કોંગ્રેસ સરકારના ૧૦ વર્ષ યાદ કરીએ તો ખ્યાલ આવે કે, સમગ્ર દેશમાં ઘોર નિરાશા અને અરાજકતાની સ્થિતિ હતી. સોનીયા અને મનમોહનસિંહની સરકારની અનિર્ણાયકતા તેમજ અબજો રૂપિયાના ભ્રષ્ટાચારને લીધે સમગ્ર વિશ્વમાં દેશની છબી ખરડાઇ ગઇ હતી. દેશનું અર્થતંત્ર પણ મંદીમાં ધકેલાઇ ગયુ હતુ. તેને બદલે આજે માત્ર સાડા ચાર જ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે તમામ ક્ષેત્રે નોંધનીય વિકાસ કર્યો છે. દેશના જીડીપીમાં વધારો, મોંઘવારીમાં ઘટાડો, વિદેશી રોકાણોમાં વધારો તેમજ યુવા રોજગાર, કૃષિ વિકાસ અને મહિલાઓની સુખાકારી માટેની અનેકવિધ યોજનાઓ દ્વારા તમામ વર્ગોનો સર્વાંગિ વિકાસ કર્યો છે.

Whatsapp Image 2019 02 08 At 7.28.29 Pm

ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ ઉપસ્થિત સૌ કાર્યકરોને સંગઠનલક્ષી માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમો જેવા કે, સમર્પણ દિવસ, મેરા પરિવાર – ભાજપ પરિવાર, ભારત કે મન કી બાત, મોદી કે સાથ, વિસ્તારક અભિયાન વગેરે જેવા કાર્યક્રમો વિશે વિગતવાર માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.