Abtak Media Google News

ઉચ્ચ શિક્ષણમાં સુધારો કરાશે; યુજીસી એકટ ૧૯૫૧ નાબૂદ કરાશે

હાયર એજયુકેશનમાં મસમોટા ફેરફારો લાવવાની દિશામાં બુધવારે મોદી સરકારે યુજીસી એકટ ૧૯૫૧ નાબૂદ કરી ઉચ્ચ શિક્ષણની નિયંત્રણ સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સ્થાને હાયર એજયુકેશન કમિશનની રચના કરવાની જાહેરાત કરી છે. આમાટે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય એચઈસીઆઈ એકટ ૨૦૧૮નો મુસદા ખરડો તૈયાર કરી દીધો છે.

સાંસદના આગામી ચોમાસું સત્રમાં આ ખરડો રજૂ કરાશે.

માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે દેશના શિક્ષણશાસ્ત્રીઓ , કાયદાની અસર થાય તેવી તમામ સંસ્થાઓ અને સામાન્ય નાગરીકોનેલ ૯ જુલાઈ ૨૦૧૮ના સાંજના વાગ્યા સુધીમાં સૂચનો આમંત્રીત કર્યા છે. કાયદાનો ખરડો માનવ સંશાધન વિકાસ મંત્રાલયની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરાયો છે. અગાઉ ૨૦૧૪માં સતામાં આવેલી મોદી સરકારે નીતિ ઘડવા માટે આયોજન પંચને શિક્ષણ સંસ્થાઓ પર નિયંત્રણ કરવા માટે નવા પંચની રચનાની જાહેરાત કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.