Abtak Media Google News

વૈશ્વિક રોકાણકારો અને બુધ્ધિધન ખેંચી લાવવા કવાયત હાથ ધરતું યુએઈ

ડોકટરો, એન્જીનીયરો અને ત્તેજસ્વી વિર્દ્યાીઓ માટે માર્ગ મોકળો કરાયો

વૈશ્વિક મુડી રોકાણ અને બુદ્ધિધન ખેંચી લાવવા યુએઈ દ્વારા કવાયત હા ધરવામાં આવી છે. હવેથી તબીબો, એન્જીનીયરો, તેજસ્વી વિર્દ્યાીઓ અને રોકાણકારોને ૧૦ વર્ષ માટેના રેસીડેન્ટ વિઝા મળશે. આ ઉપરાંત યુએઈમાં ૧૦૦ ટકા માલીકીની મિલકતો પણ વસાવી શકાશે. અત્યાર સુધી યુએઈમાં સંપૂર્ણ માલીકીની મિલકતો વસાવી શકાતી નહોતી.

તાજેતરમાં યુએઈના સત્તાધીશો વચ્ચે મળેલી બેઠકમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઈન્ફ્રાસ્ટ્રકચર અને લેઝીશલેશન માટે વૈશ્વિક કંપનીઓને યોગ્ય સુવિધા આપવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત દુબઈમાં શિક્ષણ માટે ત્તેજસ્વી વિર્દ્યાીને લાવવા માટેની તૈયારી પણ યુએઈની છે.

હવેથી યુએઈમાં ભણવા માંગતા વિર્દ્યાથીઓને પાંચ વર્ષના રેસીડેન્સી વિઝા મળશે. આ ઉપરાંત પાંચ વર્ષના વિઝા વધુ ફાળવવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, દુબઈ આંતરરાષ્ટ્રીયસ્તરે રોકાણકારોને ખરીદવા માટે ૨૦-૨૦ એકસ્પો યોજી રહ્યું છે. આ એકસ્પોનું આયોજન વિવિધ પ્રદેશોમાં થયું છે.

જેમાં વધુને વધુ રોકાણકારો આકર્ષવાની કવાયત થાય છે. હજુ આગામી ૬ મહિના સુધી એકસ્પો ચાલશે. આવતા ૧ થી ૨ વર્ષમાં દુબઈમાં રોકાણ કરવું ખૂબજ ફાયદાકારક છે તેવું નિષ્ણાંતોનું માનવાનું છે.

હાલ યુએઈ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા કાયદામાં ધડમુળી ફેરફાર કરવા તૈયાર છે. રાજાશાહી ઈતિહાસ ધરાવતું યુએઈ હવે આધુનિકતાના વાઘા ધારણ કરી રહ્યું છે. દુબઈમાં રહેણાંક મકાનો ભાડે રાખવા પડતા હતા. ત્યારબાદ કાયદામાં ફેરફાર કરી લોંગ લીઝ ઉપર આપવાનું શરૂ યું હતું. જો કે હવે દુબઈમાં સેટલ યા ઈચ્છુક વ્યક્તિ પોતાની ૧૦૦ ટકા માલિકીનું મકાન વસાવી શકશે જે ખૂબજ મહત્વની બાબત બની જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.