Abtak Media Google News

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયોને બદલી રહી છે. ઓબામા કૅર અને નેટ ન્યૂટ્રિલિટી બાદ ટ્રમ્પ એડમિન H 1B વિઝાના નિયમોમાં પણ ફેરફાર કરશે. નવા નિયમો બાદ એચ1બી વિઝા હેઠળ અમેરિકામાં પતિ અથવા પત્ની તરીકે રહેતા અન્ય લોકો માટે નોકરી કરવાનું મુશ્કેલ બનશે.

H-1B વિઝાના નિયમો બન્યા વધુ કડક 
– અમેરિકામાં ઘણાં બધા ભારતીયો એચ1બી વિઝા પર કામ કરે છે. આ નિર્ણય બાદ હવે એવા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જે ગ્રીન કાર્ડ લેવાની કોશિશ કરી રહ્યા છે.
– યુએસ ડિપાર્ટમેન્ટ ફોર હોમલેન્ડ સિક્યોરિટી તરફથી જાહેર કરેલા નિવેદનમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.
– એક આંકડા અનુસાર, અમેરિકામાં અંદાજિત 16 લાખ ભારતીય મૂળના લોકો રહે છે.
– ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ‘બાય અમેરિકન, હાયર અમેરિકન પોલિસી’ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
– નિવેદન અનુસાર, એચ1બી વિઝા મેળવનાર પ્રોફેશનલ્સની પાત્રતાને ફરીથી ચકાસવામાં આવશે.
– આ નિર્ણય ટ્રમ્પ ગવર્મેન્ટના સતત એચ1બી વિઝાના નિયમોને વધુ કડક બનાવવાની દિશામાં એક પગલું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.