Abtak Media Google News

બોલેરો જીપે ડબલ સ્વારી બાઈકને ઠોકર મારતા બંનેના મોતથી પંજાબી પરિવારમાં શોક

દેવભૂમી જિલ્લાનાં ઓખાનાં આર.કે. બંદર નજીક ધોરી માર્ગ પર બોલરો જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે યુવકના મોતથી પંજાબી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પંજાબના વતની અને ઓખા ખાતે રહેતા હાર્દિકસીંગ અને તેનો મિત્ર મનપ્રતિસિંઘ સહિત બંને યુવાનો જી.જે.૨૮ બી ૭૦૩૬ નંબરનાં બાઈક લઈને આર.કે. બંદર હિરાવતી જે.ટી. નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી ૫૪૨૫ બી ૩૭૮૬ નંબરની બોલેરો સાથે અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં ફરજ પરનાં તબીબે બંનેને મૃત જાહેર કરતા પંજાબી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

આ બનાવમાં મૃતકના સંબંધી અને ઓખા ખાતે રહેતા જગજીતસિંઘ કિશનસિંગે બોલેરો ચલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. વસાવા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.