Abtak Media Google News

સાણંદના ડોદરનો પરિવાર ગુરૂપૂર્ણિમાં નિમિતે ગોંડલના બાંદરા ગામે ગુરૂના દર્શન કરી પરત જતા સર્જાયો જીવલેણ અકસ્માત

વઢવાણ નજીક વહેલી સવારે અલ્ટ્રો કારના ચાલકને ઝોલુ આવી જતા કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. સાણંદ તાલુકાના ડોદર ગામેથી ગુરૂપૂર્ણીમાં નિમિતે ગોંડલ તાલુકાના બાંદરા ગામે ગુરૂના દર્શન કરીને પરત જતા પરિવારને નડેલા જીવલેણ અકસ્માતના કારણે પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાણંદ તાલુકાના ડોદર ગામના પરિવાર ગુરૂપૂર્ણીમાં નિમિતે ગોંડલ તાલુકાના બાંદરા ગામે ગુરૂજીના દર્શન કરવા માટે અલ્ટ્રો કાર લઇને આવ્યા હતા. પરિવાર વહેલી સવારે સાણંદ જવા રવાના થયા હતા.

કાર વહેલી સવારે પાંચેક વાગે વઢવાણ-લખતર રોડ પર પેપર મીલ પાસે પહોચી ત્યારે કારના ચાલક બાબુભાઇ ખેંગારભાઇ મકવાણાને ઝોલુ આવી જતા કાર રસ્તા પરથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો. કારમાં બેઠેલા બાબુભાઇ ખેંગારભાઇ અને બકરાણા ગામના ટીડીબેન ધીરૂભાઇ ગંભીર રીતે ઘવાતા બંનેનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતમાં ભીખીબેન બાબુભાઇ મકવાણા, ધીરૂભાઇ નાગરભાઇ અને એક નાનો બાળક ઘવાતા ત્રણેયને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતના બનાવની જાણ થતા વઢવાણ પી.એસ.આઇ. એચ.આર.જેટી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.