Abtak Media Google News

વલસાડ જિલ્લામાં મોટરિંગ પબ્‍લિકની સગવડતા ખાતર માટે દ્વિચક્રી વાહનોના GJ-15-DB સીરીઝમાં ૫સંદગીના નંબરોની ફાળવણી માટે ઓનલાઇન હરાજી કરાશે. જે માટે ઇચ્‍છા ધરાવનાર અરજદારે તેમના વાહનોનું રજિસ્‍ટ્રેશન કરાવી વેબસાઇટ http://parivahan.gov.in/fancy  ઉપર ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે. અરજદારે વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલું હોવું જરૂરી છે, જે રજૂ નહીં કરનાર હરાજીમાં નિષ્‍ફળ જાહેર કરાશે.

તા.૦૧ થી ૦૪ જૂન-૧૮ દરમિયાન હરાજી માટેનું ફોર્મ રજિસ્‍ટ્રેશન તેમજ અરજી કરવાની રહેશે. તા.૫ અને ૬ જૂન, ૨૦૧૮ના રોજ રોજ હરાજી માટેનું બીડીંગ ઓપન થશે. ફોર્મ તા.૦૭/૬/૧૮ના રોજ બપોરે ૨-૦૦ વાગ્‍યા સુધીમાં જમા કરાવવાના રહેશે અને તે એજ દિવસે બપોરે ૩-૦૦ કલાકે ખોલવામાં આવશે.

હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા નહીં કરાવનાર અરજદારની મૂળ રકમ જપ્‍ત થશે અને તે નંબરની હરાજી ફરીથી કરાશે. ઓનલાઇન હરાજી દરમિયાન આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે, સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે, એમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.