Abtak Media Google News

કાર માલિકને આપેલો રૂ.૩.૮૦ લાખનો ચેક પરત ફરતા ત્રણ સામે ગુનો નોંધાયો હતો

શહેરમાં સ્માઈલ ઈન્ડિયા નીધી પ્રા.લી. નામની ઓનલાઈન કંપની શ‚ કરી વિશ્ર્વાસઘાત છેતરપીંડી આચરવા સબબ રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આ કંપનીના સંચાલકો વિરુઘ્ધ ગુન્હાઓ નોંધાયેલા જે પૈકી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોનાર્ક પીઠડીયા, મેહુલ નિમાવત તેમજ ધર્મેશ મકવાણા સામે ગુન્હો નોંધાયેલ જે અનુસંધાને રાજકોટના સેસન્સ જજ પી.પી.પુરોહિતે આરોપીઓને રેગ્યુલર જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

ફરિયાદની ટુંકી હકિકત એવી છે કે હાલમાં થોડા સમય અગાઉ રાજકોટમાં સ્માઈલ ઈન્ડિયા નીધી પ્રા.લી. નામની ઓનલાઈન કંપની શ‚ કરી ઈન્ટરનેટ ઉપર ઓએલેકસની વેબસાઈટ ઉપર પોતાની નિશાન કાર ઓએલએકસ ઉપર વેચાણ કરવા જાહેરાત મુકેલી હતી. જે જાહેરાતને આધારે આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરી રૂ ૩.૮૦ લાખમાં કારનો સોદો કરી ચુકવણી પેટે ચેક આપેલો હતો જે ચેક બેન્કમા નાખતા રીટર્ન થયેલો અને રીટર્ન થયા બાદ આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા સ્માઈલ ઈન્ડિયા પ્રા.લી.ના સંચાલકો ઓફીસે તાળા મારી ચાલ્યા ગયેલા હોય પોતે છેતરાયાનો અહેસાસ થતા મોનાર્ક પીઠડીયા, મેહુલ નીમાવત તેમજ ધર્મેશ મકવાણા વિરુઘ્ધ ફરિયાદ નોંધાવેલી હતી જે ગુન્હા અનુસંધાને આરોપી મોનાર્ક તેમજ મેહુલએ પોતાના એડવોકેટ મારફત રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં કરેલ હતી જે અંગે આરોપીના એડવોકેટની દલીલો અને રજુ રાખેલા વિવિધ વડી અદાલતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોનાર્ક પીઠડીયા અને મેહુલ નીમાવતને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલો હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ સંજય એચ.પંડિત રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.