મહિલા ઉપરના શોષણ સામે નારિશક્તિને જાગૃત કરવાનું બીડું ઝડપતી બે વિરાંગનાઓ

શ્રી શકિત એજયુકેશન ટ્રસ્ટ દ્વારા

શ્રી શકિત એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ તથા સમાજ સેવા કેન્દ્ર દ્વારા પોલીસ સમન્વય ટીમના સહકારથી બહેનો પરનાં અત્યાચાર છેડતી, શોષણને અટકાવવા માટે શહેરમાં વિવિધ જગ્યાએ વુમન સેફટી અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

સમગ્ર આયોજનમાં બંને સંસ્થાના પ્રમુખ ભગવતીબેન વાઘેલા તથા સોનલબેન ડાંગરીયાની ટીમ જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે. સમાજમાં જાગૃતિ લાવવાનાં ધ્યેયથી શિવાજીનગર-દુધસાગર રોડ ઉપર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં બહેનોમાં જાગૃતતા લાવવા સંસ્થા કાર્યક્રમો કરી રહી છે. કોવિડ ૧૯ના અનલોક સમય ગાળામાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક જેવી તકેદારી રાખીને કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે. હાલનાં સંજોગોમાં મહિલાઓને જાગૃત કરવા તથા તેના રક્ષણ બાબતે સક્રિય કાર્ય કરવાની જરૂર હોવાથી સંસ્થા આગામી બે ત્રણ માસ આવા આયોજનો શહેરનાં તમામ વિસ્તારોમાં યોજાશે તેમ ‘અબતક’ને ભગવતીબેન વાઘેલાએ જણાવેલ હતુ.