Abtak Media Google News

આજથી ૩૬ વાહનો શહેરમાં ફરશે

કોર્પોરેશન દ્રારા આજથી  કુલ ૩૬ કોવીડ-૧૯ ટેસ્ટીંગ વહીક્લને ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાય છે  હવે દરેક વોર્ડમાં બે  વાહનો ફાળવવામાં આવ્યા છે.મહાપાલિકા દ્વારા શહેરમાં કોરોના રોગના સર્વેલન્સી નિદાન તથા સમયસર સારવાર અને અટકાયતી પગલાના ભાગરૂપે ૫૦ થી વધુ ધનવંતરી રથ, સંજીવની રથ શરૂ કરાયા છે.ત્યારબાદ થોડા સમય પહેલા જ ૧૦૪ સેવા રથનો નવો અભિગમ ચાલુ કરેલ છે.

આજ રોજ દરેક વોર્ડમાં બે વ્હીકલ મુજબ કુલ ૩૬ કોવીડ-૧૯ ટેસ્ટીંગ વહીક્લને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજ્યના નાણા વિભાગના સચિવ મિલિન્દ તોરવણે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિગેરે દ્વારા ફ્લેગ આપી એન્ટીજન વાહન ટેસ્ટીંગનો શુભારંભ કરાયો. ડે.કમિશનર પ્રજાપતિ, ડો.પી.પી. રાઠોડ તથા આરોગ્યનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સર્વેલન્સમાં ટીમ દ્વારા એ/પી માર્કીંગ કરેલ હોય ત્યાં એન્ટીજન ટેસ્ટીંગ માટેનો વિકલ્પ દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવશે. આ વિકલ્પમાં પી.પી.ઈ. તથા એન્ટીજન કીટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.