Abtak Media Google News

શોપિયા જીલ્લાના કંદલાન વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાથી સેનાએ ઓપરેશન શરૂ કર્યુ: એક જવાનને ગંભીર ઇજા

જમ્મુ-કાશ્મીરના શોપિયા જીલ્લામાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા બળોની વચ્ચે મુઠબેડ થઇ હતી.  આ શોપિયા એન્કાઉન્ટમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે તો બીજી તરફ આ મુઠભેડ દરમિયાન એક જવાનને ગંભીર ઇજા પણ પહોંચી છે.

શોપિયા  જીલ્લામાં કંદલાન વિસ્તારમાં એક ઘરમાં પાંચથી છ આંતકી છુપાયા હોવાની આશંકા હતી જેથી આરપારના વિસ્તારોના ઘરમાંથી લોકોને બહાર કાઢવાનું કામ સુરક્ષા બળો દ્વારા શરુ કરાયું હતું એક પોલીસ અધિકારીએ આ વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે, આતંકવાદીઓ છુપાયા હોવાની સુચના મળતા સુરક્ષા બળોએ ધેરાબંધી અને તલાસી અભિયાન શરુ કર્યુૈ હતું.

તલાસી અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી જેનો જવાનોએ જડબાતોડ જવાબ આપી બે આતંકીને ઠાર માર્યો પોલીસ અધિકારીએ વધુમાં જણાવતાં કહ્યું કે, હવે કોઇપણ હળાહળ કે આતંકી હુમલો થવાની ખબર નથી જો કે હજુ શોપિયા જીલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અને ચાંપતી નજર રમાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.