Abtak Media Google News

કોસ્ટગાર્ડ સમુદ્રમાંથી શંકાસ્પદ હાલતમાં 2 જહાજ સિલ કરેલી હાલતમાં મળી આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બંને જહાજ ઈરાનના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આ જહાજોને કોડીનારની અંબુજા જેટી પર લઈ આવવામાં આવ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ જહાજમાં ડ્રગ્સ હોવાની શંકા છે.

હાલ કોસ્ટગાર્ડ, IB સહિત પોલીસનો કાફલો અને જામનગર ડોગ સ્કવોર્ડ સ્થળ પર પહોચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી.

નોમ્સ મુજબ દિવસે ટોયઇંગ કરવાનું હોય છે જેના બદલે ક્રુ મેમ્બરો એ રાત્રે ટોયનગ કર્યું હતું અને પ્રતીબંધિત ફોનમાંથી વાત કરી હતી. જે બે નિયમોનું ઉલ્લંઘન થતાં કોસ્ટગાર્ડે તપાસ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.