Abtak Media Google News

દાંડિયા આમ તો સામાન્ય દાંડી જ છે જેનો ઉપયોગ માત્ર નવરાત્રી પૂરતો જ કરવામાં આવે છે તે પછી તો તે માળીયામાં ‘ઘા’ ખાય છે જો કે દાંડિયા પૌરાણિક કાલથી ચાલતા આવ્યા છે. જેનો સૌ પ્રથમ વખત ઉલ્લેખ હરિવંશ પુરાણમાં જોવા મળે છે, એ પછી તો બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ તેમજ ભાગવતમાં પણ દાંડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે જ પૌરાણીકનું સમયથી જ દાંડિયા થાક્યા વગર રાસ લેતા આવે છે. મધ્યપ્રદેશની ગ્વાલિયર પાસેની બાઘ ગુફામાં ચોથી અને પાંચમી સદીના કેટલાક ભીંતચીત્રો મળી આવ્યા છે જેમાં દાંડિયાનું પણ ચિત્ર છે. દાંડિયાના માપ-સાઇઝનું પ્રકાર વિશે લેખન ઇતિહાસના વિવિધ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જેમ કે ૧૬મી સદીના પંડિત પુંડરિક વિઢ્લે લખ્યુ છે દાંડિયા અંગુઠા જેટલા જાડા, સોળ ઇંચ લાંબા, ગાંઠ વગરના, આકારમાં સીધા હોવા જોઇએ. પરંતુ હવે તો ફેન્સી સ્ટિલનાં દાંડિયા પણ બજારમાં મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.