Abtak Media Google News

ટ્રેનોનું બુકિંગ કાલથી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી શરૂ થશે

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિળુઓની સુવિધા માટે સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેશેન્જર ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ રેલ મંડળના સીનીયર ડી.સી.એમ. અભિનવ જેશ દ્વારા જણાવાયુ છે કે ટ્રેન નં.૦૧૪૬૩/૬૪ સોમનાથ જબલપુર સ્પે. ટે્રન ૪ ઓકટોબરે સોમનાથથી રવાના થશે. અને ટ્રેન નં.૦૧૪૬૫/૬૬ સોમનાથ-જબલપુર દ્વિ સાપ્તાહિ સ્પેશલ ૫. એકટોબરથી રવાનો થશે. આ બંન્ને ટ્રેનો નવી સૂચના સુધી આ મુજબ જ દોડશે.

 ટ્રેન નં. ૦૧૪૬૩/૦૧૪૬૪ સોમનાથ જબલપુર વિશેષ ટ્રેન

ટ્રેન નં. ૦૧૪૬૩ સોમનાથ જબલપુર વિશેષ ટ્રેન ૪ ઓકટોબરથી દર મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુકવાર અને રવિવારે સોમનાથથી ૯:૩૦ વાગ્યે નિકળીને બીજા દિવસે ૨:૨૦ વાગ્યે જબલપુર પહોચશે. આજ પ્રમાણે ટ્રેન નં.૦૧૪૬૪ જબલપુર-સોમનાથ વિશેષ ટ્રેન ૩ ઓકટોબરથી દર મંગળવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે જબલપુરથી ૧૧:૪૦ વાગ્યે નિકળીને બીજા દિવસે ૫:૪૫ વાગ્યે સોમનાથ પહોચશે. આ ટ્રેન પોતાના યાત્રા દરમિયાન વેરાવળ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજજન, સંત હિરદારામ નગર, ભોપાલ, હબીબગંજ, હોશંગાબાદ, ઇટારશી, સોહાગપુર, પીપરિયા, ગાડરવાડા, કરેલી, નરસિંહપુર, કરક બેલ અને શ્રીધામ સ્ટેશનો પર બંન્ને દિશા તરફ ઉભી રહેશે. ટ્રેન નં.૦૧૪૬૩ સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેન મદનમહેલ સ્ટેશનપર પણ રોકાશે. આ ટ્રેનમાં ફસ્ટ એસી, એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર કલાસ અને સેકેંડ કલાસ સિટિંગ કોચ સામિલ કરાયા છે.

ટ્રેન નં.૦૧૪૬૫/૦૧૪૬૬ સોમનાથ જબલપુર દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન

સોમનાથ જબલપુર દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન ૫ ઓકટોબરથી દર સોમવાર અને શનિવારે ૯:૩૦ વાગ્યે સોમનાથથી રવાના થશે. અને બીજા દિવસે ૫:૨૦ વાગ્યે જબલપુર પહોચશે. આ પ્રમાણે જબલપુર-સોમનાથ દ્વિ સાપ્તાહિક વિશેષ ૨ ઓકટોબરથી જબલપુરથી દર સોમવાર અને શુક્રવારે ૧૦ વાગ્યે રવાના થઇને બીજા દિવસે ૫:૪૫ વાગ્યે સોમનાથ પહોચશે. આ ટ્રેન વેરાવળ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજજન, સંત હિરદારામ નગર, ભોપાલ, વિદીશા, ગંજબસોડા, મંડી બામોરા, બીના જંકશન, ખુરઇ, સાગૌર, પથારિયા, દમોહ અને કટની મુરવારા સ્ટેશન પર બંન્ને તરફ ઉભી રહેશે. આ ટ્રેન ફસ્ટ એસી, એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર કલાસ અને સેકેંડ કલાસ સિટિંગ કોચ સામિલ કરાયા છે.

બંન્ને ટ્રેનોનું બુકિંગ કાલથી નકકી કરાયેલા પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી શરૂ થશે. આ બંન્ને ટ્રેનો સપુર્ણ પણે બુકિંગ ટ્રેનો તરીકે દોડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.