Abtak Media Google News

પીસી પીએડડીટી એકટની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એલ. આચાર્યની રાહબરી હેઠળ જીલ્લાની પીસી પીએનડીટી ટીમના નોડર ડો. એ.ડી. ચૌધરી અને ઉના તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર ડો. આર.આર. ચુડાસમા દ્વારા ઉનાની ડો. જે.વી. જુંગી ની ગોકુલ હોસ્૫િટલ ની ઓચીતી તપાસ કરવામાં આવેલ અને પીસી પીએનડીસી એકટના નિયમોનુસાર નિભાવવાના થતા ફોર્મ એકફ અને સગર્ભા માહીતી રજીસ્ટ્રર ખુબ જ ભૂલ ભરેલ જોવા મળેલ જેથી ડો. જે.વી. જુંગી હોસ્પિટલની ગોકુલ હોસ્પિટલના બંને સોનોગ્રાફી સીલ કરી દેવામાં આવ્યા હતા.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એલ. આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે અત્રેના જીલ્લામાં પીસી પીએનડીટી એકટની અમલવારી કરવામાં જરા પણ રહેમરાહ રાખવામાં આવશે નહીં અને ભવિષ્યમાં ક્રોસ ચેક કરી અને શંકાસ્પદને યોગ્ય દંડ આપી શકાય તેમ આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.