ધોરાજી નજીક રીક્ષા પલ્ટી ખાઈ જતા ૧૦ બહેનોને ઈજા

132

ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા હર્ષદ માતાજીના મંદીર પાસે આજે સવારે રીક્ષામાં બેસીને ૧૦ બહેનો ખેડુતની વાડીએ કપાસ વિણવા જતા હતા એ અરસામાં રીક્ષા રોડ પરથી પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલી મહીલાઓમાં ગીતાબેન, લાભુબેન, ભાનુબેન, આરતીબેન, જલ્પાબેન, હંસાબેન, સવીતાબેન, અમીબેન, અમીલાબેન અને ભાનુબેન સહિતનાઓને ઈજાઓ થતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જેમાંથી ૫ બહેનોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે. આ બનાવ અંગે વધુ તપાસ જમાદાર માલુબેન મકવાણા કરી રહેલ છે.

Loading...