Abtak Media Google News

આરોપીઓએ ૧૪ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી

મહુવા અને અમરેલીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સભ્યોને પોલીસે પકડી પાડયા છે. બંને શખ્સોએ મહુવા અને અમરેલીમાંથી ૧૪ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તેમજ અમરેલી વિસ્તારમાં ઘરફોડ ચોરીના અનેક બનાવો બન્યા હતા. મહુવાના અક્ષર વિલા એપાર્ટમેન્ટ,  જગજીવન સોસાયટી, ગોકુલધામ, શીવનગર વિસ્તારોમાં રાત્રીના સમયે તરખાટ મચાવનાર ગેંગને પકડી પાડવા મહુવા પોલીસ અધિક્ષકની આદેશ અનુસાર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે દરમિયાન નાઇટ પેટ્રોલીંગમાં આરોપી વિક્રમસિંહ સરનસિંહ, રહે. રાજસ્થાન, રતપાલસિંગ રહે. બાબરા વાળાને પકડી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓની પુછપરછ કરતા તેઓએ અમરેલી અને મહુવામાં ૧૪ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. આ અંગેની વધુ તપાસ પી.આઇ. વારોતરીયા ચલાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.