Abtak Media Google News

ગાંજો અને રોકડ મળી રૂ.39,580નો મુદ્દામાલ કબ્જે : રૂરલ એસઓજીને માદક પદાર્થ પકડવામાં મળી વધુ એક સફળતા

રાજકોટ રૂરલ એસઓજી ટીમે ચરસ, ગાંજો અને હેરોઇનનો જંગી જથ્થો ઝડપી લીધા બાદ ગતરાતે શાપરમાંથી બે પરપ્રાંતિય શખ્સોને સવા ત્રણ કિલો ગાંજા સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.

પોલીસે ગાંજો કયાંથી લાવ્યા અને કેટલા સમયથી વેચાણ કરતા તે અંગેની પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળની લીટેન પ્લાસ પાછળ મજુરોની ઓરડીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે રૂરલ એસઓજીના પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. વાય.બી.રાણા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, સંજયભાઇ નિરંજની, દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગાંજા અંગે દરોડો પાડી ઉત્તર પ્રદેશના કાનપુર પાસેના ગોવિંદનગર તાલુકાનાબાબકી બગીયાના ભોલા ઉત્તમ ગુપ્તા અને પશ્ચિમ બંગાળના બલીયા જિલ્લાના ઉતરટોલાના બાંસડીહ ગામના કેદાર પ્રભુ ગુપ્તા નામના શખ્સોને રૂ.૨૩,૧૦૦ની કિંમતના સવા ત્રણ કિલો ગાંજા સાથે ધરપકડ કરી તેની પાસેથી ગાંજાના વેચાણના રૂ.૧૬,૫૮૦ રોકડા કબ્જે કર્યા છે.

બંને શખ્સો ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યા અને કેટલા સમયથી વેચાણ કરે છે તેમજ તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પૂછપરછ માટે બંને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.