Abtak Media Google News

જોન્સનગરનો શખ્સ વર્લી મટકા રમાડતા ઝડપાયો

મોરબી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા બે શખ્સોને તેમજ એક શખ્સને વર્લી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ એ ડિવિઝન પોલીસે વજેપરમાંથી નિઝામભાઇ સલીમભાઇ મોવર જાતે મિંયાણા ઉવ. ૨૧ રહે. મોરબી મચ્છીપીઠ ઇદમસ્જિદ રોડ તથા  સાબીરભાઇ અબ્દુલભાઇ બુખારી જાતે સૈયદ ઉવ.૧૯ રહે. ઘાંચીશેરી નવા ડેલા રોડ મોરબી વાળા આરોપીઓને જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા ગંજીપતાના પાના નંગ૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો કુલ રોકડા રૂ-૫૦૪૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત પોલીસે મન્સુરભાઇ અલાઉદીનભાઇ અન્સારી જાતે.મુસ્લીમ ઉ.વ.૪૫ રહે.મોરબી જોન્શનગર વાળો જાહેર મા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા વર્લી ફીચરનુ સાહીત્ય જેમા એક વર્લીફીચર ના આંકડા લખેલ ચિઠઠી, બોલપેન, કુલ રોકડા રૂ.૩૭૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.