Abtak Media Google News

રામાપીર ચોકડી પાસેથી ૭૦ બોટલ વોડકા સાથે એકને ઝડપી પડતી ક્રાઇમ બ્રાન્ચ

શહેરના નાણાવટી ચોક પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂની બોટલની ડિલિવરી કરવા નીકળેલા ટ્રાફિક બ્રિગેડ સહિત બે શખ્સને રૂ. ૮૦,૬૦૦ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રામાપીર ચોકડી પાસેથી ૭૦ નંગ વોડકાની બોટલ સાથે એક શખ્સને રૂ. ૨૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.જી. ડાંગરને ચોક્કસ બાતમીના આધારે નાણાવટી ચોક પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂની સપ્લાય કરવા આવેલા શાસ્ટ્રીનગરના સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો અને ટ્રાફિક બ્રિગેડ તરીકે કામ કરતા હરિરામ જીતેન્દ્ર ત્રિવેદી નામના શખ્સને અને દારૂ ખરીદવા આવેલા નાનામૌવા નારાયણી સોસાયટી માં રહેતા કેતન સુરેશ જોશી નામના બન્ને શખ્સોને રૂ. ૮૦,૬૫૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બનાવમાં રામાપીર ચોકડી પાસે શાસ્ટ્રીનગરમાં ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજાએ બાતમી ના આધારે જીજે.૦૩ કેએફ ૬૯૯૬ નમ્બરના જુપીટરને રોકી તેની તપાસ કરતા તેમાંથી રૂ. ૭૦૦૦ની કિંમતની ૭૦ વોડકાની બોટલ સાથે શાસ્ટ્રીનગરના લખધીરસિંહ ગણપતસિંહ જાડેજા નામના ૪૦ વર્ષના શખ્સને કુલ રૂ. ૨૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.