Abtak Media Google News

નામચીન મિત્ર સાથે દારૂની મહેફીલમાં ડખ્ખો થતાં પથ્થરના ઘા મારી હત્યા કર્યાની કબૂલાત

પોરબંદરના ખાખરા ચોક વિસ્તારના કોળી યુવાનની લોહીલુહાણ હાલતમાં ફાયરિંગ બટ પાસેથી લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી બે શખ્સોને ગણતરીની કલાકોમાં જ રાજકોટના ગોંડલ ચોકડી પાસેથી ઝડપી લીધા છે. બંને શખ્સોએ દારૂની મહેફીલમાં ડખ્ખો થતા પથ્થરના ઘા મારી હત્યા કર્યાની કબુલાત આપી છે.

પોરબંદરના ફાયરિંગ બટ વિસ્તારમાં અજાણ્યા યુવાનની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવતા મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ ચાલુ હતી તે દરમિયાન ખાખરા ચોકમાં રહેતા રાજુ સુડા ડાભી નામનો ૨૦ વર્ષનો યુવાન ગુમ હોવાની પોલીસમાં જાહેરાત થતા રાજુના પરિવારને ફાયરિંગ બટ વિસ્તારમાંથી મળી આવેલી લાશ બતાવતા મૃતક રાજુ ડાભી હોવાનું ઓળખી બતાવ્યું હતું.

રાજુ ડાભી સવારે પોતાના મિત્ર જીજ્ઞેશગીરી બાવાજી સાથે રિક્ષામાં ગયા બાદ પરત ન આવ્યો હોવાનું અને જીજ્ઞેશગીરી સાથે મોબાઇલમાં એક વખત વાત થઇ ત્યારે રાજુ ડાભી પોતાની સાથે ન હોવાનું જણાવી મોબાઇલ સ્વીચ ઓફ હોવાનું પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું.

જીજ્ઞેશગીરી બાવાજી સામે અનેક ગુના નોંધાયા હોવાથી રાજુ ડાભીની હત્યામાં તેની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે શોધખોળ કરતા તે રાજકોટના ગોંડલ ચોકડી પાસે હોવાની મળેલી બાતમીના આધારે પોરબંદર એલસીબી પી.આઇ. ડી.બી.બસીયા અને હાર્બર મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. નાનાલાલ પટેલ સહિતના સ્ટાફે જીતેન્દ્રગીરી ગૌસ્વામી અને કાના હરસુખ વદર નામના શખ્સોને ઝડપી લીધા હતા.

જીતેન્દ્રગીરી અને કાના વદરની પૂછપરછ દરમિયાન રતનપર સ્મશાન નજીક દા‚ પીવા બેઠા હતા ત્યારે ઝઘડો થતા  રાજુ ડાભીના માથામાં મોટો પથ્થર મારી હત્યા કર્યાની કબૂલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.