Abtak Media Google News

અન્ય બે ગંભીર રીતે ઘાયલ થતા રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

રાજુલા નજીક ભાવનગર-વેરાવળ હાઈવે પર જોરદાર અસ્કમાતમાં બે મોટર સાયકલો સામ-સામે ધડાકાભેર અથડાયેલ હતા. આ અકસ્માતમાં સોલંકી સંજયભાઈ ભરતભાઈ (ઉ.વ.૨૬) કાળુભાઈ ચંદુભાઈ પરમાર (ઉ.વ.૩૫) રહે. બંને રાજુલાનું ઘટનાસ્થળે જ મોત થયેલ છે. જયારે બીજા બિનવારસી નામ વગરના (ઉ.વ.૩૦), કુમારભાઈ ભનુભાઈ ધુળવા (ઉ.વ.૨૮)ને ગંભીર ઈજાઓ થયેલ હોય તેઓને રાજુલાથી મહુવા રીફર કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગત મુજબ બપોરના ૧૧ કલાકના અરસામાં રાજુલા તરફથી જતા અને મહુવા તરફથી આવતા મોટર સાઈકલો સામ સામે રીલાઈન્સ પેટ્રોલપંપ અને દર્શન હોટલની વચ્ચેના ભાગે જોરદાર ધડાકાભેર અથડાયેલ હતા અને જેમાં બે વ્યકિતઓના મોત થયેલ હતા અને બે વ્યકિતઓને ગંભીર ઈજાઓ થવાથી રાજુલામાં ૧૦૮માં લાવવામાં આવેલ જયાંથી તેઓને મહુવા રીફર કરવામાં આવેલ છે. રાજુલા હોસ્પિટલમાં ધારાસભ્ય અંબરીશ ડેર અને કોંગ્રેસી અગ્રણી બાબુભાઈ રામે મુલાકાત લીધી હતી.

વેરાવળ રોડ ૬ લેનની કામગીરી શરૂ હોય જેમાં ઠેક-ઠેકાણે અને રેતીના ઢગલાઓ પડેલા હોય તેમજ આ ૬ લેન રોડનું કામ શરૂ હોવા છતાં ઉનાથી લઈને તળાજા સુધીનો રોડ એકદમ બિસ્માર હાલતમાં છે. તેમાં આવા માટીના ઢગલાઓ અને અવનવા ટ્રેલરો તથા ખુબ જ પ્રમાણમાં ટ્રાફિકના કારણે અવાર નવાર અકસ્માતો થતા રહે છે. સરકાર ટ્રાફિક દિવસ તો ઉજવે છે અને રોડ સેફટીની અવનવી વાતો તો થાય છે પરંતુ સરવાળે તો લોકોને પોતાની જાન ગુમાવવાનો વખત આવે છે. આવા અકસ્માતો નિવારવા અસરકારક પગલા ભરવા જરૂરી હોય પગલા ભરવાની લોકમાંગણી ઉઠેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.