Abtak Media Google News

વલ્લભીપૂર પાસે બેદિવસ પહેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા બાળકનું મોત: મૃત્યુઆંક છ થયો

ભાવનગર પંથકના હાઈવે પર જાણે કે યમરાજે ડેરા તંબુ તાણ્યા હોય તેમ ગઈકાલે વલ્લભીપૂરનજીક એક મીની બસ પલ્ટી જતા પાંચ વ્યંકિતઓના મોત નિપજયાની ઘટનાની હજુ તો શાહી નથક્ષસુકાય ત્યાં આ અકસ્માતમાં ઈજા પામેલા ૩૧ પૈકી ભાવનગરના એક બાળકનું સારવાર દરમિયાન આજેમોત નિપજતા આ બનાવમાં મૃત્યુ આંક ૬ થયો છે. જયારે આજે સવારે બનેલી વધુ એક અકસ્માતનીઘટનામાં ઉમરાળાનાજાણીયા ગામે સુરતથી અમરેલીજતી લકઝરી બસ ટ્રેકટર સાથે અથડાતા બે યુવાનોનાઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

જયારે બે ઈજાગ્રસ્તોને સારવાર માટેહોસ્પિટલમાં ખસેડાયા હતા. ગઈકાલે વલ્લભીપૂર ચમારડી ગામ વચ્ચેપૂર ઝડપે જતી મીની બસ દરેડીયાનાં નાળામાં ખાબકતા પાંચ મુસાફરોના મોત નિપજયા હતા.જયારે ૩૧ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયાહતા જે પૈકી આજે ભાવનગરમાં કાળાનાળાવિસ્તારમાં રહેતા દિવ્યમ ચિંતનભાઈ સંઘવી ઉ.૧૩માસનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

જયારે આજે સર્જાયલી વધુ એક અકસ્માતની ઘટના ઉમરાળાના જાળીયા ગામે સર્જાવા પામી હતી. જેમાંભાવનગર રાજકોટ હશરૂવે પર આવેલા જાળીયા ગામ પાસેથી પસાર થતી ખાનગીલકઝરી બસ નં. જી.જે. ૫ બી.ટી. ૪૩૨કે જે સુરતથી અમરેલીતરફજતી હતી. આબસની આગળ જતા ટ્રેકટરની પાછળના ભાગેથી લકઝરી બસ અથડાતાસર્જાયેલા અકસ્માતમાં ટ્રેકટરમાં મુસાફરી કરતા મૂળ બિહારના વતની અને હાલ જાળીયામાંરહી ખેત મજૂરી કરતા ઉપેન્દ્રસિંઘ તથાવિશ્ર્વંભર નામના યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજયાહતા જેનુ પી.એમ. સિંહોર ખાતે કરવામાં આવ્યુંહતુ જયારે અન્ય બે ઈજાગ્રસ્તો બાબુલાલ લક્ષ્મીલાલ તથા શ્રી રામ યદાવને સારવાર માટેહોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવઅંગેની જાણ થતા ઉમરાળા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને મૃતકોને પી.એમ.માટે તથા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે ટ્રેકટર ચાલક શૈલેષભાઈ નરેશભાઈ ઉપાધ્યાયે લકઝરી બસ ચાલક વિરૂધ્ધ અકસ્માત મોતનો ગુન્હો નોંધાવતા ઉમરાળા પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.