Abtak Media Google News

 રૂ. ૨.૪૨ લાખનો મુદ્દામાલ કબજે

ધ્રાંગધ્રાના કોંઢ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી એક શંકાસ્પદ બોલેરો કાર અટકાવી તલાશી લીધી હતી. જેમાં કારમાંથી ૮૧ બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસે કાર સહીત કુલ રૂપિયા ૨,૪૨,૪૦૦ ના મુદ્દામાલ બે શખ્સોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ અને જુગારનીબદીને ડામવા જિલ્લા પોલીસ વડાએ આદેશો કર્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર લઇ બે શખ્સો પસાર થવાના હોવાની બાતમી એસઓજી પીઆઇ એસ.બી.સોલંકીને મળી હતી.

આથી એસઓજીના એચ.એમ. રાણા, દાદુભાઇ, યોગેન્દ્રસિંહ, દાજીરાજસિંહ, હરદેવસિંહ સહીતનાઓએ કોંઢ રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક બોલેરો કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં અટકાવી હતી. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૮૧ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથેજયેશ ત્રીકમભાઇ ચૌહાણ અને સંજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લીધા હતા. તેમજ કાર, મોબાઇલ સહીત કુલ રૂપિયા ૨,૪૨,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.