Abtak Media Google News

એસ.ઓ.જી.ને એક સપ્તાહમાં જ ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં મળી સફળતા: સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબુલાત

શહેરમાં નશીલા પદાર્થનો વેપલો ફુલો-ફાલ્યો છે. તેને ડામી દેવા એસ.ઓ.જી.ના સ્ટાફે રાજકોટના ગવરીદડ ગામે દરોડો પાડી ૧ કિલો ૬૨ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબુલાત આપતા વધુ તપાસ માટે કુવાડવા પોલીસ મથકના સાથે રિમાન્ડની સાથે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં યુવાધનને નશીલા પદાર્થના રવાડે ચડાવી નશીલા પદાર્થનો વેપલો કરતી ગેંગ સક્રિય હોવાની શહેર પોલીસ કમિશ્નરને મળેલી માહિતીના આધારે એસ.ઓ.જી.ના પીઆઈ આર.વાય.રાવલ અને પીએસઆઈ એચ.એમ.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગવરીદળ ગામે રહેતો અજીત પ્રદીપદાસ અને હુડકો કવાર્ટરમાં રહેતો મહેશ ઉર્ફે લાલો રામસીંગ ખાખરીયા નામનો શખ્સ ગાંજાનું વેંચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ઉપરોકત બન્ને શખ્સોના કબ્જામાંથી રૂ.૬૩૭૨ની કિંમતનો ૧ કિલો ૬૨ ગ્રામ ઝડપી પાડયો હતો.

પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં આ ગાંજાનો જથ્થો સુરતથી ટ્રેન મારફતે લાવ્યાની કબુલાત આપતા કુવાડવા પોલીસ મથકના પી.એસ.આઈ. ઝાલા સહિતના સ્ટાફે બેલડીની કોર્ટમાં ગાંજાનું વેંચાણ કેટલા સમયથી કરે છે તેમજ અન્ય કોણ સંડોવાયેલું છે અને સુરતથી કઈ રીતે લાવતા તે અંગે રિમાન્ડની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.