Abtak Media Google News

હાડાટોડાથી અલ્ટ્રો કારમાં ખંભાળીયા દારૂ લઈ જવાતો હોવાની કબુલાત

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક પસાર થઈ રહેલી એક અલ્ટ્રો કારમાંથી ૯૬ નંગ ઈંગ્લીશ દા‚ની બોટલોનો જથ્થો ધ્રોલ પોલીસે પકડી પાડયો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. જયારે દા‚નો જથ્થો સપ્લાય કરનારા અન્ય ૨ શખ્સોને ફરાર જાહેર કરાયા છે. ધ્રોલ પોલીસ દ્વારા ગઈકાલે હાઈ-વે રાેડ પર પેટ્રોલીંગ કરાઈ રહ્યું હતું જે દરમ્યાન અલ્ટોકાર શંકાસ્પદ હાલતમાં નિકળતા પોલીસ કારને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમ્યાન કારમાંથી ૯૬ નંગ ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે કાર તેમજ દારૂ વગેરે મળી કુલ રૂ.૧,૮૦,૦૦૦ની માલમતા કબજે કરી છે. જયારે કારની અંદર રહેલા કારચાલક જામનગરના મેસરદાસ ખંભાળીયા ગામના ક્રિપાલસિંહ નિર્મળસિંહ જાડેજા તેમજ હિતેન્દ્રસિંહ ઓઘુભા જાડેજાની ધરપકડ કરી છે. જયારે દારૂનો જથ્થો સપ્લાય કરનારા હાડાટોડા ગામના મનહરસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજાને તેમજ સ્પલેન્ડર મોટર સાયકલમાં આવેલ અન્ય એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.