Abtak Media Google News

મુખ્ય સચિવ ડો જે એન સિંહે જણાવ્યું કે સુરત ની આગ દુર્ઘટના ને પગલે સમગ્ર રાજ્ય માં ટ્યુશન ક્લાસ હોસ્પિટલ મોલ સહિત ની ખાનગી મિલ્કતો માં ફાયર સેફ્ટી અને આપદા પ્રબન્ધન માટે ખાસ ડ્રાઇવ કરવા માં આવી છે .સુરતની આ ઘટના ને પગલે ફાયર બ્રિગેડ ના બે અધિકારીઓ ને સસ્પેન્ડ કરાયા છે.તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ ની સૂચનાઓ અનુસાર સમગ્ર રાજ્ય માં 2055 જેટલા અધિકારીઓ ની 713 ટિમ નગરો મહા નગરો માં સઘન તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 9965 મિલ્કતો ની તપાસ કરાઈ છે.ફાયર સેફ્ટી ની જ્યાં સુવિધા ન હોય ત્યાં સીલ કરવા સુધી ની કારવાહી કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે રાજ્યમાં 9395 બિલ્ડીંગ ને મિલ્કતો ને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

રાજ્ય સરકાર સુરત ની આગ દુર્ઘટના ને ગંભીરતા થી લઇ ને રાજ્ય માં આવી કોઇ ઘટના ન બને તે માટે સજાગતા થી કાર્યરત છે.સુરત માં 80ટિમ માં 320 અધિકારીઓ એ 1524 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિત ની મિલ્કતો ની ફાયર સેફ્ટી ચેક કરવામાં આવી છે અને 123 સ્થાનો માં ફાયર સેફ્ટી સુવિધા ન હોવાથી પગલાં લેવાયા છે.મુખ્ય સચિવે કહ્યું કે મુખ્યમંત્રી વિજય ભાઈ ના અધ્યક્ષ સ્થાને આવતી કાલે સોમવારે ઉચ્ચ સ્તરીતય બેઠક યોજી ને આવી ઘટના ન બને તે માટે ની ચોક્ક્સ રણ નીતિ કાર્ય પદ્ધતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.