Abtak Media Google News

ભાયાવદર નજીક ન્હાવા પડેલા ચાર યુવકો પૈકી બેનો બચાવ

ઉપલેટાના મોટી પાનેલીના ચાર યુવાનો ખારચીયા અને મોટી પાનેલી વચ્ચે આવેલા હોજમાં ન્હાવા ગયા બાદ બે યુવાનોના ડુબી જવાથી મોત નિપજયા હતા યુવાનોના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. આ બનાવઅંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાના મોટી પાનેલી ગામે રહેતા આસીફ હુશેનભાઈ સમા ઉ.૧૮, જુનેજ ઈકબાલભાઈ સોરા ઉ.૧૮ અને તેના બીજા બે મિત્રો સાથે હોજમાં ન્હાવા ગયા હતા જયા આસીફ સમા અને જુનેજ સોરા તેના મિત્રોની નજર સામે જ પાણીમાં ડુબી જતા મોત નિપજયા હતા જયારે બે યુવાનોનો બચાવ થયો હતો. નાનકડા ગામમાં એક સાથે બે યુવાનની અર્થી ઉઠતા કાળો કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે ભાયાવદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.