Abtak Media Google News

ભારત અને ઉઝબેકિસ્તાન બંને દેશો વચ્ચે તા. ૧લી ઓકટોબર ૨૦૧૮ ના રોજ મહત્વનાં બે જુદા જુદા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરાર પર ભારત તરફેથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ તથા ઉઝબેકિસ્તાન તરફથી તેના સ્વાસ્થ્ય મંત્રી અલીશર શદમનોવ તરફથી હસ્તાક્ષર કરવામાં આવેલ છે.

આ કરારોમાં ફામાસ્યુટિકલ અને બાયોફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ તથા અંદરોઅંદર વેપાર તથા સહકાર વધારવા અંગે કરવામાં આવેલ છે.

આ એમઓયુથી બંને દેશો દ્વારા ઉઝબેકિસ્તાનનાં એડીજાન ક્ષેત્રમાં ઉઝબેક-ભારતીય ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોન ની સ્થાપના કરવા માટે સંમતિ થઇ જેમાં મોટી સંખ્યામા પ્રોત્સાહન પુરુ પાડી અને પ્રાથમીક આવશ્યકતાઓને સુવિધાજનક બનાવી નવી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા માટે સુવિધા મળશે. એનાથી બંને દેશો વચ્ચે દવા બનાવવાનો કાચો માલસામાન સહીત દવા ઉત્પાદનોની ઇમ્પોર્ટ અને એકસપોર્ટ માટે  વેપાર રજીસ્ટ્રેશન પ્રક્રિયા કાનુની અને નિયમન આવશ્યકતાઓ ઉ૫ર જાણકારી માટે આદાન પ્રદાનની સુવિધા મળશે.

બંને દેશો મેડીસીન પ્લાન્ટસ અને ટ્રેડીશન મેડિસિન્સનાં કાચા માલની પ્રોસેસ પેકેજીંગ સામગ્રી તથા દવાઓના નવા આધુનિક ઉત્પાદન ક્ષમતાઓ માટે નિર્માણ માટે પણ સહમત થયા છે.

આ એમઓયુ ફાર્મા ઉત્પાદનોમાં સંશોધન અને વિકાસનાં ક્ષેત્રો માટે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે સહયોગના સ્તરે વધારો તથા ભારતીય ફાર્માસ્યુટિકલ અને બાયોફાર્માસ્યુટિકલ કંપનીઓને ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોન માં રોકાણ કરવા માટે મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.