Abtak Media Google News

ટ્રાફિકના એએસઆઇ સામે ખાતાકીય તપાસના આદેશ

શહેરમાં વિકટ બનેલી ટ્રાફિક સમસ્યા નિવારવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક જાગૃતિ લાવી ટ્રાફિક નિયમનનો કડક રીતે અમલ કરાવવા જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે કેટલાક પેધી ગયેલા ટ્રાફિક વોર્ડન સોપાયેલી ફરજ સાઇડમાં કરી ઉઘરાણું કરવાના ઇરાદા સાથે વાહન ચાલકોના ડોક્યુમેન્ટ ચેક કરતા મળી આવેલા બે ટ્રાફિક વોર્ડનને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ ડીસમીસ કર્યા છે. જ્યારે એક એએસઆઇની ખાતાકીય ઇન્કવાયરી સોપવામાં આવી છે.

ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા બ્રિજેશ યોગેશભાઇ બુધ્ધદેવ નામનો ટ્રાફિક વોર્ડન માલવીયા ચોકમાં વાહન ચાલકોને અટકાવી તેની પાસેથી લાયસન્સ સહિતના ડોકયુમેન્ટ ચેક કરતા સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યો હતો. જયારે અર્જુન મનવીર લાવડીયાને ઓફિસ કામગીરી સોપવામાં આવી હોવા છતાં અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાતી બંને ટ્રાફિક વોર્ડનને ડીસમીસ કર્યા છે.

જ્યારે ટ્રાફિક બ્રાન્ચના એએસઆઇ મકવાણા ટ્રાફિક વોર્ડન પાસેથી યોગ્ય કામગીરી ન લેતા હોવાથી ડીસીપી ઝોન૨ને ઇન્કવાયરી સોપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.