Abtak Media Google News

કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા હોય તેમ મોરબી પાસેથી એલઆરડી જવાનો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા મોરબીના જાંબુડિયા નજીક સ્કોર્પીઓ કાર પલટી મારી ગયા બાદ કારમાંથી દારૂ મળી આવતા પોલીસે બે એલઆરડી જવાનને ઝડપી તપાસ ચલાવી છે તો પોલીસ પહોંચ્યા પૂર્વે કારમાં રહેલ દારૂનો જથ્થો સગેવગે કરાયાની માહિતી પણ સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છેબનાવની મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડિયા નજીક સ્કોર્પીઓ કાર જીજે ૦૩ એલજી ૪૪૫૫ પલટી મારી ગઈ હતી જે બનાવને પગલે તાલુકા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી તો કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩ પેટી ૩૬ નંગ કીમત રૂ ૧૮,૬૦૦ અને બીયર નંગ ૩૨ કીમત રૂ ૩૨૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે કાર અને દારૂ-બીયર તેમજ ૨ મોબાઈલ સહીત ૫,૪૬,૯૨૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તો કારમાં સવાર આરોપી રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા રહે રીબડા અને પૃથ્વીસિંહ રણજીતસિંહ જાડેજા રહે બામણબોર એમ બે ઇસમને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપી રાજકોટના એલઆરડી જવાન હોવાનો ખુલાસો

મોરબી તાલુકા પોલીસે કાર પલટી ગયા બાદ તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા બે ઇસમોને ઝડપી લઈને તપાસ ચલાવી છે તો બંને ઈસમો રાજકોટ માલવીયાનગરના પોલીસ મથકમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું ખુલ્યું છે

પલટી ગયેલી કારમાંથી ઇકો કારમાં દારૂનો જથ્થો સગેવગે કરાયો ?

મોરબીના જાંબુડિયા નજીક કાર પલટી ગયા બાદ કારમાં દારૂનો જથ્થો હોય જે અન્ય ઇકો કારમાં સગેવગે કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સુત્રો આપી રહ્યા છે કારમાં દારૂનો વધુ જથ્થો હોય જોકે પોલીસ ટીમ પહોંચે તે પૂર્વે જ બંને એલઆરડી જવાનોએ દારૂનો જથ્થો ઇકોમાં ભરી રવાના કરી દીધો હતો તો આ મામલે હાલ પોલીસે કોઈપણ જવાબ આપ્યો ના હતો અને તપાસ ચાલી રહી હોવાના રાગ આલાપ્યા હતા કાયદાન રક્ષક જ ભક્ષક બન્યા, દારૂબંધી બની હાસ્યાસ્પદ

ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે પરંતુ દારૂની હેરાફેરી કાયમી જોવા મળે છે એટલું જ નહિ પોલીસ વિભાગ સાથે જોડાયેલ એલઆરડીના જવાનો જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે ત્યારે કાયદાના રક્ષક જ ભક્ષક બનશે તો સમાજને કોણ બચાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.