Abtak Media Google News

કુલ ત્રણ લોકો પાણીના પ્રવાહમાં તણાયા, ત્રણેય લોકો તિરંગાનેુ સલામી આપતા જતા’તા તે વેળાએ સર્જાઇ દુર્ધટના

બારાડી પંથક સતત એક સપ્તાહથી વરસી રહેલ વરસાદને કારણે હાલ આ પંથકમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ પામી છે લગભગ ખેતરો સતત વરસી રહેલ વરસાદને કારણે ના પાણીથી ભરાયા છે

જેને લીધે આ પંથકના લગભગ પાકો ફેલ થઇ શકે છે સાથે સતત વરસાદને કારણે વરસાદી આકસ્મિક બનાવો પણ સપાટી પર આવ્યા છે.

ગત તા.૧પના રોજ જામકલ્યાણપુર તાલુકાના હડમતીયા  ગામની સીમમાંથી પસાર થતી ભંગી નદીના ધસમતા પાણીના પ્રવાહમાં જયદીપભાઇ જોશી, મશરીભાઇ રાવલીયા, રણમલભાઇ વરુ પાણીમાં તણાયા હતા. જેની જાણ નદીના આજુબાજુના ખેડુતોને થતા નાળા વગેરે નદીમાં નાખી આ ત્રણે ને બચાવવાની કોશિષ કરેલ જેમાં રણમલભાઇ વરુએ નાળા પાકડી લેતા બચી જતા પામેલ જયારે જયદીપભાઇ જોશી તેમજ રણમલભાઇ વરુ આગળ ભોગાત ગામ બાજુ જતી આ નદીના રસ્તા મા એન.ડી. એફ ની ટીમ તેમજ ગ્રામજનો ને થતાં ત્યાં બચાવવાની કોશીશ કરેલ પરંતુ ત્યાં કામિયાબ થયેલ ન હતા. આ નદી આગળ ના રસ્તે સાંજ સુમારે મસરીભાઇ રાવલીયાની લાશ એન.ડી.આર. એફ. ની ટીમ મળતા તેને પી.એ.એમ.  માટે ખસેડવામાં આવેલ. પરંતુ હજુ એક શખ્સ જયદીપભાઇ જોશીની રાત્રી સુધી કોઇ અત્તો પત્તો મળવા પામેલ ન હતા.

આજ નદીની પાણી ઓસરતા ફરી તપાસ સારું કરવામાં આવે જેમાં સાંજના સુમારે બનાવ સ્થળથી આગળ જયદીપભાઇ જોશીની લાશ મળવા પામેલ જેમા આ ઘટનામા ટોટલ મૃત્યુ આંક બે થયેલ છે.

જાણવા મળેલ વિગતો મુજબ આ ત્રણે લોકોમાં મસરીભાઇ રાવલીયા એકસ આર્મી મેન હતા તેમ જ આ ત્રણે બાજુમાં આવેલ કેર્ન ઇન્ડિયા કંપનીમાં જોબ કરતા હતા સતત વરસાદ હોવા છતાં સ્વાતંત્ર દિન ની ઉજવણી ઝંડાને સલામી આપવા જતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.