ગઢડા રોડ પર કાર નાલા સાથે અથડાતા બાળકી સહિત બેના મોત

156

ગઢડાનો પરિવાર વિંછીયા પાસે માતાજીના દર્શન કરી પરત આવતી વેળાએ નડયો જીવલેણ અકસ્માત: બે મહિલાને ગંભીર ઇજા

બોટાદ ગામે ગઢડા રોડ પર નાગલપર મધુસુદન ડેરી પાસે કાર નાળા પાસે અથડાતા બાળકી સહીત બે વ્યકિતના ધટના સ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જયારે બે મહીલાને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગેની વિગત મુજબ ગઢડા ગામે રહેતા નરેશભાઇ બાલુભાઇ બલદાણીયા તથા લાભુભાઇ, રીઘ્ધીબેન અને માનસીબેન તથા ત્રણ માસની બાળકી સહીતનો પરિવાર ગઇકાલે વિંછીયા પાસે આવેલા પોતાના માતાજીના દર્શક કરવા ગયા બાદ પોતાની આઇ-૧૦ કાર લઇ પરત ગઢડા જતા હતા ત્યારે બોટાદમાં નાગલપર મધુસુદન ડેરી પાસે ગઢડા રોડ ઉપર પહોચતા કાર ધડાકાભેર નાળા સાથે અથડાતા બાળકી અને પ૦ વર્ષના પ્રોઢના ધટના સ્થળે જ કરુણ મોત નિપજયા હતા.તથા કારમાં બેઠેલી રિઘ્ધીબેન અને માનસીબેન સહીત ત્રણને શરીરે ગંભીર ઇજા થતા સારવારમાં બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પીએસઆઇ કરમડયા અને વાઢીયા સહીતનો સ્ટાફ ધટના સ્થળે દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી.

Loading...