Abtak Media Google News

પોલીસે આગની ઘટના અંગે એફએસએલની મદદ લેવાનું કહેતા ગુજરાત ટ્રાવેલ્સના સંચાલકોએ પોલીસ મથકેથી ચાલતી પકડી

લોક ડાઉનના કારણે લાંબા સયમથી ટ્રાવેલ્સના ધંધા બંધ હોવાથી બેન્ક લોન પર ખરીદ કરેલી બસના હપ્તા ચડી ગયા હોય તેવી કફોડી સ્થિતી સર્જાય છે. શાસ્ત્રી મેદાનમાં પાર્ક કરેલી ગુજરાત ટ્રાવેલ્સની બે બસમાં ભેદી રીતે આગ લાગી છે. આગ કંઇ રીતે લાગી તે અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ થાય તે પૂર્વે જ ગુજરાત ટ્રાવેલ્સના સંચાલકો પોલીસ મથકેથી ચાલતી પકડી છે.

254

લોક ડાઉનના કારણે લાંબા સમયથી શાસ્ત્રી મેદાનમાં પાર્ક કરેલી ગુજરાત ટ્રાવેલ્સની બે બસમાં બપોરે એકાએક સળગી જતા ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી છે. આગની ઘટના અંગે એ ડિવિઝન પોલીસને થતા કોન્સ્ટેબલ સંજયભાઇ સહિતના સ્ટાફે ઘટના સ્થળે તપાસ કરતા આજુ બાજુમાં કોઇ સ્પાર્ક થાય તેમ ન હોવાથી આગ કંઇ રીતે લાગી તે અંગેની વિગતો મેળવવા સીસીટીવી ફુટેજ અંગે તપાસ કરી હતી પરંતુ સીસીટીવી ફુટેજ પણ મળી શકે તેમ હોવાથી બસમાં કઇ રીતે આગ લાગી તે અંગે વિશેષ વિગત મેળવવા એફએસએલની મદદ લેવામાં આવશે તેમ પોલીસ દ્વારા વાત કરવામાં આવી તે દરમિયાન ગુજરાત ટ્રાવેલ્સના સંચાલકોએ પોતાના શેઠને પૂછયા બાદ આગની ઘટના અંગે પોલીસમાં નોંધ કરાવશે તેમ કહી પોલીસ મથકેથી ચાલતી પકડી હતી.

લોક ડાઉનના કારણે લાંબા સમયથી ટ્રાવેલ્સના ધંધા બંધ રહ્યા હોવાથી વીમો પકડવવાનું ષડયંત્ર હોવાની શંકા સાથે પોલીસ દ્વારા છાનભીન કરાતા ગુજરાત ટ્રાવેલસના સંચાલકો પોલીસ મથકેથી કોઇ પણ નોંધ કરાવ્યા વિના જતા રહ્યાનું જાણવા મળે છે.

શાસ્ત્રી મેદાનમાં ગુજરાત ટ્રાવેલ્સની બસ ઉપરાંત અન્ય એક કાર પણ પાર્ક કરેલી હતી તેમાં કંઇ નુકસાન થયુ ન હતુ અને માત્ર ગુજરાત ટ્રાવેલ્સની જ એક નહી બે બસમાં કંઇ રીતે આગ લાગી તે અંગે ફાયર બ્રિગેડ સુત્રો પણ સ્પષ્ટ કહી શકયા ન હતા. બંને બસમાં પાણીનો મારો ચલાવી બુઝાવી નાખી હતી. બે બસ પૈકી એક બસમાં વધુ નુકસાન થયું હતુ અને બીજી બસને આગની જાળ લાગવાના કારણે સળગી હોવાનું ફાયર બ્રિગેડ સુત્રોએ જણાવ્યું હતું. વીમા કંપની પણ એલએસએલની જેમ આગની ઘટના કંઇ રીતે બની તે અંગેનો સર્વે કર્યા બાદ વીમો ચુકવતા હોય છે. ત્યારે સળગેલી બંને બસનો વીમો ભરેલો હતો કે કેમ તે અંગે પોલીસ દ્વારા પ્રથમ પૂછપરછ કર્યા બાદ તપાસને આગળ ધપાવતા હોય તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.