Abtak Media Google News

માત્ર ૧૧ વર્ષની માસુમને ઢળતી ઉમરના કામાંધોએ હવસનો શિકાર બનાવતા આઠ માસનો ગર્ભ રહ્યો: બંને વૃધ્ધની પોલીસે કરી ધરપકડ

બાબરીયા કોલોનીમાં રહેતી માત્ર ૧૧ વર્ષની માસુમ બાળકીને તેના દાદાની ઉમરના અંધ અને બહેરા કામાંધ વૃધ્ધોએ હવસનો શિકાર બનાવી આઠ માસનો ગર્ભ રાખી દીધાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવતા સભ્ય સમાજનું માથુ શરમથી ઝુકી ગયું છે. પોલીસે બંને હવસખોરની ધરપકડ કરતા બંને વાસનાંધ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે.

શરમજનક ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બાબરીયા કોલોનીમાં રહેતી અને ધોરણ ૭માં અભ્યાસ કરતી ૧૧ વર્ષની માસુમ બાળકી પર તેના જ પાડોશમાં રહેતા કાને ઓછુ સાંભળતા ૬૭ વર્ષના નાનજી ધનજી જાવીયા અને આંખે ઝાખપ ધરાવતા ૬૦ વર્ષના અરવિંદ લખમણદાસ કુબાવત નામના શખ્સોએ અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બાબરીયા કોલોનીની ૧૧ વર્ષની બાળકીના પિતા અસ્થિર મગજનો હોવાથી માતા પારકા ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

એક ભાઇ અને એક બહેનમાં મોટી બાળકી પણ પોતાના પરિવારને મદદ‚પ થવા માટે બાજુમાં રહેતા નાનજી જાવીયા અને અરવિંદ કુબાવતના ઘરે રોટલી બનાવવા જતી હોવાથી તેઓ દરરોજ રૂ.૧૦ આપતા હતા.

નાનજી જાવીયાની પત્નીનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી પોતાના ઘરે રોટલી બનાવવા આવતી બાળકી પર નજર બગાડી હતી અને રૂ.૧૦ બદલે રૂ.20 આપવાનું શરૂ કરી વાસનાનો શિકાર બનાવી હતી. જ્યારે આંખે ઝાખપ ધરાવતા બે પુત્રના પિતા અરવિંદ કુબાવતે પણ બાળકી પર પોતાની હવસ સંતોષી હતી.

બાળકીની તબીયત લથડી હોવાથી અને પેટ ફુલેલું હોવાથી બાળકીને મહિલા તબીબ પાસે તેની માતા સારવાર માટે લઇ ગયા ત્યારે બાળકીનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવતા બાળકીને આઠ માસનો ગર્ભ હોવાનો ઘટ્ટસ્ફોટ થતા બાળકીની માતા હેબતાઇ ગઇ હતી અને પોતાની માસુમ પુત્રીને પૂછપરછ કરતા તેણીએ ઉપરોકત શરમજનક ઘટનાની આપવિતી વર્ણવી હતી.

બાળકી અને તેની માતા પ્રથમ ભક્તિનગર પોલીસ મથકે પહોચ્યા હતા અને ત્યાંથી મહિલા પોલીસ મથકે આવી નાનજી જાવીયા અને અરવિંદ કુબાવત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પી.આઇ. સાપરા અને પી.એસ.આઇ. આઇ.એમ.ઝાલા અને રાઇટર હાજીભાઇ સહિતના સ્ટાફે હેવાનીયતની હદ વળોટનાર નાનજી જાવીયા અને અરવિંદ કુબાવતની ધરપકડ કરી બંનેના મેડિકલ ચેકઅપ કરાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.