Abtak Media Google News

કાયદામાં સુધારા બાદ જિલ્લા પોલીસ વડાએ બે શખ્સ સામે ભર્યા પગલા

ગુજરાત સરકાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિ અધિનિયમ પાસાં માં સુધારા વટહુકમ કર્યા બાદ સૌપ્રથમ જૂનાગઢ જિલ્લાના બે જુગારીઓને પાસાં કાયદા હેઠળ અમદાવાદ અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલાયા હતા. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિ અધિનિયમ કાયદામાં સુધારા વટ હુકમ કર્યો હતો અને જુગારના અડ્ડા ચલાવી, અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે પણ પાસાં કાયદા ની કડક અમલવારી કરવાનું સૂચવવામાં આવેલ છે.

દરમિયાન જૂનાગઢ રેન્જ આઇ.જી.પી માનીનદર સિંગ પવાર તથા એસપી રવિ તેજા દ્વારા જૂનાગઢ શહેર તથા જિલ્લામાં જુગારનો અડ્ડો ચલાવતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામે  કડક કાર્યવાહી કરવાના મળેલ સૂચના મુજબ જુનાગઢના વિભાગીય પોલીસ વડા પી.જી. જાડેજા તથા માંગરોળના જે. ડી. પુરોહિતના માર્ગદર્શન મુજબ જૂનાગઢ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર કે ગોહિલ તથા સ્ટાફ દ્વારા જૂનાગઢ શહેરના નવા નગરવાડા-૨ માં રહેતા વિશાલ ઉર્ફે જગો વિનોદભાઈ ઉર્ફે કાળુભાઈ કડીવાર (ઉં.વ. ૨૯) તથા માંગરોળના બગસરા ઘેડ ખાતે રહેતા પ્રતાપ ગીગાભાઈ ટીંબા (ઉં.વ. ૩૨) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી, જૂનાગઢ એસપી મારફત જિલ્લા કલેકટરને દરખાસ્ત કરતા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ બંને ઇસમો સામે પાસાં વોરંટ ઈસ્યુ કરતા, જૂનાગઢ એલસીબીએ શનિવારે બન્ને શખ્સોની ધરપકડ કરી, સેન્ટ્રલ જેલ અમદાવાદ તથા વડોદરા ખાતે મોકલી આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.