દેશભક્તીના બે ઉત્કૃત્ટ ઉદાહરણ…

૭૦માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એક એવા શહિદને અશોકચક્રથી નવાઝવામાં આવ્યા છે. જે દેશભકિત માટેનું એક ઉચ્ચકક્ષાનું ઉદાહરણ પુરુ પાડયું છે. લાન્સ નાયક નઝીર અહમદ વાની કે જે એક સમયે આતંકવાદ તરીકે ઉભરી આવ્યો હતો અને ઘણી આતંકીય પ્રવૃતિમાં પોતાનો ફાળો પણ આપ્યો હતો ત્યારે હૃદય પરિવર્તીત થતા તે આતંકવાદીમાંથી દેશભકત બની દેશની સેવા માટે પોતે પોતાનો જીવ પણ આપી દીધો હતો ત્યારે ગણતંત્ર દિવસ પ્રસંગે ભારત સરકાર દ્વારા તેને અશોકચક્રથી નવાઝવા માં આવ્યા છે.

આ વિષય પર તેમની ધર્મપત્ની મહાજાબીને વાત કરતા જણાવ્યું હતું કે, દોઢ મહિના પહેલા એન્ટી ટેરર ઓપરેશન અહમદ વાનીએ શહિદી વ્હોરી લીધી હતી અને ૬ આતંકીઓને ઠાર કરી શહીદ થયા હતા. શહિદ અહમદના પત્ની મહાજાબીને વાત કરતા જણાવ્યું હતું કે, જયારે તેમની શહિદી વિશે જાણ થઈ તો તેમના આંખમાંથી એક પણ અશ્રુ વહ્યું ન હતું કારણકે તેઓ દેશ માટે શહિદ થયા હતા અને જયારે તેમને ગણતંત્ર દિવસના પાવન દિવસે જયારે તેમને અશોકચક્રથી નવાઝવામાં આવી રહ્યા છે તો તે એક ગૌરવની વાત છે. આતંકવાદીમાંથી સૈનિક બનેલા નાઝીર અહમદ વાની ૧૬૨ ઈનફેન્ટરી બટાલીયનમાં જોડાયા હતા અને તેમનું પહેલું પોસ્ટીંગ ૨૦૦૪ જમ્મુ-કાશ્મીરમાં લાઈટ ઈનફેન્ટરીમાં થયું હતું ત્યારથી તેઓએ દેશ માટે તમામ રીતે સેવા પણ આપી હતી.

એવું જરૂરી નથી કે સૈનિક થઈ ને જ આપણે દેશભક્ત છી એ દર્શાવી શકીએ ત્યારે ચાલો આપણે એક એવા દેશભક્ત વિશે જાણીએ સૈનિક નથી પણ અદ્ભુત દેશભક્ત છે. 

દેશપ્રેમની લાગણીઓ દરેકના હૃદયમાં છે. ખાસ કરીને દેશના યુવા  દેશમાટે પોતાની જાન ની બાજી લગાડવા તત્પર રહે છે .તેનું સીધુ ઉદાહરણ 31 વર્ષીય યુવકએ દેશભરના  600 થી વધુ મહાન પુરુષો અને શહીદોના ફોટા અને ટેટૂ પોતાના શરીર ઉપર બનાવ્ય છે , આ 31 વર્ષીય યુવક ની અંદર  દેશભક્તિની ભાવનાથી ભરપૂર છે.આવા દેશભક્તિ ભાગ્યેજ ક્યાંય જોવા મેડ છે.

આ યુવક નું નામે અભિષેક છે જે પોતે ઇંટિયર ડીઝાઇનર છે. ઉત્તર પ્રદેશના હપુરના પી. પી. અભિષેક કુમાર ગૌતમની  અંદર આપડે લોકો દેશભક્તિની અદ્બભૂત લાગણી જોવા મળી છે.અભિષેકએ પોતાના શરીરઉપર ઈન્ડિયા ગેટ અને 11 મહા પુરુષ ની આકૃતિ ના ટેટૂ બનવ્યા છે . આ ઉપરાંત 559 કારગીલ શહીદોના નામ પણ અભિષેકએ પોતાના શરીર ઉપર શરીર પર ટેટૂ બનવ્યા છે .આ ઉપરાંત તેઓ જે પણ શહેર માં જાય છે ત્યાં જય ને તેઓ શહિદ થયેલા સૈનિકો ના પરિવાર ને માડી ને એ શાહિદ ના નામ ના ટેટૂ કરાવે છે.

અભિષેક એ પ્રથમ ટેટૂ ૐ નું કરાવ્યુ હતું.

અભિષેક ઇંટિયર ડીઝાઇનર ની સાથે સાથે એક લેખક પણ છે, પરંતુ 2014 માં કંઈક થયું છે કે શહીદ લોકો માટે તેમની વેદના એટલી વધી ગઈ કે તેઓ કંઈક જુદું વિચાર આવ્યો. તેઓએ વિચાર્યું કે તેઓ શરીર પર શહીદોના નામ અને તેમના ફોટો બનાવશે, જેથી તેઓ મૃત્યુ પામે ત્યાં સુધી તેમની સાથે રહે. આ સાથે તેઓ દેશભક્તિનો ઝસબો જીવન રાખી શકશે અને બીજા લોકો ને પણ પ્રેરણાં આપી શકશે.

559 કારગીલ શહીદોનું નામ ટેટુ

કારગિલ યુદ્ધ પછી તેમને ત્યાં જવાનો મોકો મલ્યો. ત્યાં તેમના હૃદયમાં આ શહીદો માટે એવી લાગણી જાગી  કે તેમને 559 કારગિલ શહીદોના નામ પર ટેટૂ પીઠ ઉપર  કરવ્યા, જે કારગીલ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા.અભિષેક જણાવે છે કે લોકોને  તેમના માટે દેશભક્તિની રહેલી લાગણીને પહોંચાડવાનો આ એક અનોખો રસ્તો છે. શહીદો માટેનો પ્રેમ દર્શાવા માટે તેઓ તેમના નામ શરીર ટેટૂ કરાવે  છે.

તેમના માટે આ દેશભક્તિ ની સાચી શ્રદ્ધાંજલિ છે .

દેશભક્તિની આવી લાગણી યુવાનો માટે પ્રેરણાદાયી છે. આ શહીદ લોકો તરફ આ યુવાનને સાચી પણ શ્રદ્ધાંજલિ છે. જેથી આવતી પેઢી માટે સાચી દેશભક્તિ સાથે શહીદને વધુ સન્માન આપીને.

Loading...