Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩ દિવસમાં ભુકંપનાં ૯ આંચકા અનુભવાયા

રાજકોટ જિલ્લામાં શુક્રવારે ૧.૬ અને ૨.૫ તિવ્રતાવાળા ભુકંપનાં બે આંચકા આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા વર્ષના મંડાણે ૩ દિવસમાં ૯ આંચકા અનુભવાયા છે. વર્ષનો આરંભ જ સૌરાષ્ટ્ર-કચ્છ માટે ચિંતાદાયક હોવાનો મુદ્દો ચર્ચાતો થયો છે. જેમ કે ૨૦૨૦નાં પહેલા ૩ દિવસમાં જ હળવા-મધ્યમ ૯ ભુકંપનાં આંચકા આવી ગયા છે.

ગઈકાલે બપોરે ૪:૨૬ કલાકે રાજકોટથી પૂર્વ-ઉતર-પૂર્વમાં ૨૨ કિલોમીટર દુર બેટીના પુલ નજીક ૧.૬ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો હતો જોકે રાજકોટમાં તેની ખાસખબર પડી ન હતી ત્યારબાદ ૬:૫૧ કલાકે રાજકોટથી પૂર્વ-ઉતર પૂર્વમાં ૪૭ કિલોમીટર દુર ચોટીલા નજીક ૨.૫ની તિવ્રતાવાળો આંચકો અનુભવાયો હતો અને બપોરે ૩:૩૬ વાગ્યે પશ્ર્ચિમ-દક્ષિણ પશ્ર્ચિમમાં ૪૩ કિલોમીટર દુર મહુવામાં ૩.૨ની તિવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

7537D2F3 3

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩ દિવસમાં ભુકંપનાં ૯ આંચકા આવી ગયા છે જેનું કારણ ભારે વરસાદથી તળમાં ઉતરેલા વધુ પાણીના લીધે જે-તે વિસ્તારમાં પ્લેટઉપરતળે થવાથી આમ બન્યું છે. નોંધનીય છે કે ૧ જાન્યુઆરીથી ૩ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૯ આંચકા ઈન્સ્ટિટયૂટ ઓફ સીસ્મોલોઝીકલ રીસર્ચ ખાતે નોંધાઈ ગયા છે અને તેમાં શુક્રવારે રાજકોટમાં ધરતીકંપની તિવ્રતા ૧.૬ થી ૨.૫ની નોંધાઈ હતી.  ભુસ્તર શાસ્ત્રીઓનાં મત મુજબ આ આંચકાઓ સામાન્ય છે. તેનાથી મોટા ભુકંપનો કોઈ ખતરો નથી. કચ્છની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંના પેટાળમાં પ્લેટ ખસવાની ગતિવિધિ જોતા ત્યાં મોટો ધરતીકંપ આવી શકે છે જોકે હજુ તેને પણ ૮ દાયકા લાગી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.