ઉત્સવ ગ્રુપ દ્વારા આજે અને કાલે બે દિવસ બ્લડ ડોનેશન કેમ્પ

સંસ્થાના આગેવાનો અબતકની મુલાકાતે

૭૧માં પ્રજાસત્તાક પર્વ નિમિતે ૭૧૦૦ બોટલ દેશને સમર્પિત કરવા ગુજરાત સરકાર લાઈફ બ્લડ સેન્ટર તથા ઉત્સવ ગ્રુપ-રાજકોટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા રકત દાતાઓને અપીલ કરવામાં આવે છે જેમાં સવારે ૮.૦૦ કલાકથી  રાત્રીના ૮.૦૦ કલાક સુધી રાજકોટના દરેક નાગરીકને સ્થળ પર ઉમટી પડવા યુવાઓને હાકલ કરી રહ્યા છે.

ઉત્સવ ગ્રુપ-રાજકોટ તથા લાઈફ બ્લડ બેંક દ્વારા આજે અને કાલે  રાજકોટ વોલન્ટીંયર બ્લડ બેંક (લાઈફ બ્લડ બેંક)રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ મુકામે આયોજન કરવામાં આવેલ છે તો રંગીલા રાજકોટની દેશપ્રેમી જનતાને આ રાષ્ટ્ર હીતના કાર્યમાં સહયોગ આપવા ઉત્સવ ગ્રુપના માહીરભાઈ પટેલ, હેમલભાઈ પટેલ, જયભાઈ પટેલ, કશ્યપભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, ચિરાગભાઈ પોપટાણી,શૈલેષભાઈ કીયાડા, હરસુખભાઈ કીયાડા, જતીનભાઈ શીંગાળા, કૃણાલભાઈ સખીયા, તથા ઉત્સવ ગુ્રપના તમામ  સભ્યો દ્વારા આપને ખાસ અરજ કરવામાં આવે છે.કે આપનું અમુલ્ય બ્લડ આપી અને આપણા દેશના ગરીબ દર્દીઓને આપણું બ્લડ મળે અને વધુને વધુ બ્લડ ડોનેટ થાય અને જરૂરીયાત મંદોને બ્લડનું ડોનેટ કરી તેમને મદદરૂપ થાય  તેવી નમ્ર અપીલ કરીએ છીએ. તથા ઉત્સવ ગુ્રપના માહીરભાઈ પટેલ તથા બધા સભ્યો આજે અને તથા કાલે  ખાસ લાઈફ બ્લડ સેન્ટર રીંગ  રોડ પર ઉપસ્થિત રહેશે.

Loading...